"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મુકતકો..

arkansas20evening20sun_web

ખબર નથી કે, કોણ જાણે શું ગઝલમાં છે?
ભ્રમરને પુછજો કે, સત્વ જેવું શું કમલમાં છે?
ગઝલ તાપસ મહીં ‘દિલદાર’ પણ તાપસ ગઝલને છે,
ગઝલનો જીવ છે ને જીવ એનો પણ ગઝલમાં છે.

પ્રણયની ભલે આવી પડે પણ,
હું તો પી જવાનો ઉકાળી ઉકાળી
મહાકાળ ઝંઝા ને આંધી-તૂફાનો,
થજો મારી સામે વિચારી વિચારી
અચળ મેરૂ જેવું છે મનડું મારું.
નહી એ ચળે કોઇથી કોઇ રીતે
પ્રકાશી રહ્યો છે દિપક મુજ હૃદયમાં,
મહાતેજના કર પ્રસારી પ્રસારી.

પરાયા પર સદા વિશ્વાસ ધારે શું થવાનું છે?
પછી પસ્તાઇ દિલમાં આંસુ સારે શું થવાનું છે?
નથી બળ આપના જેવું , નથી જળ મેઘના જેવું,
ખરી છે વાત એ પરના સહારે શું થવાનું છે?

મનહર ‘દિલદાર’

નવેમ્બર 17, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: