"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ખુલ્લી કિતાબ છું._ ડો.ફિરદૌસ દેખૈયા

fairy2

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું, એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

Advertisements

નવેમ્બર 14, 2008 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
  તુજથી વધારે સાફ છું, એહલે-શરાબ છું.
  વાહ
  મુકેશે ગાયલું પારસી કવિનું ગીત યાદ આવ્યું
  મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
  ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
  મહતાબ સમ મધુરો..

  ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
  ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
  મહતાબ સમ મધુરો..

  લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
  અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
  મહતાબ સમ મધુરો..

  નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
  રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
  મહતાબ સમ મધુરો..

  જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
  સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
  મહતાબ સમ મધુરો..

  ટિપ્પણી by pragnaju | નવેમ્બર 14, 2008

 2. એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
  ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

  -ક્યા બાત હૈ!

  સુંદર ગઝલ…

  ટિપ્પણી by વિવેક ટેલર | નવેમ્બર 16, 2008

 3. આપનો આભાર

  ટિપ્પણી by firdoshdekhaiya | નવેમ્બર 20, 2008

 4. really nice one,,,,,,,,,,,

  ટિપ્પણી by ANAYAS | નવેમ્બર 24, 2008

 5. તમે હળવેથી એક વાર ઝંકારો તાર અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?
  તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે!અમે વરસોની જડતાને ત્યાગીએ.
  અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?

  રણનાં પંખીડાં અમે,અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
  તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત.
  તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે!અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
  અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?

  કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
  નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ વહેવું.
  તમે ભીની બે વાત કરો અમથી રાજલદે!અમે આખો અવતાર ભીના લાગીએ.
  અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ?

  -રાહી ઓધારિયા

  ટિપ્પણી by Dr firdosh Dekhaiya | ડિસેમ્બર 16, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s