"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સળગું છું બ્હાર-અન્દર આ આગ કોઈ ઠારો,

Have a beautiful day

Have a beautiful day

સળગું  છું   બ્હાર-અન્દર આ  આગ  કોઈ  ઠારો,
ડોકાઈને       ઘડીભર  આ    આગ    કોઈ  ઠારો.

ભુંજાઈ    જશે    પળમાં    લીલુંય    સૂકા  ભેગું,
ઝાઝું     હવે  ન અન્તર   આ  આગ  કોઈ  ઠારો.

આ   શ્વાસ  પણ  હવે તો  લાગે છે પવન  જેવા,
ભડકે   છે  ઓર  ભીતર   આ  આગ  કોઈ  ઠારો.

રગરગ    બધીય   જાણે   જ્વાળાઓ   લપેટાઈ,
સાક્ષાત અગન અજગર   આ  આગ  કોઈ  ઠારો.

જ્યાં    હોય   સૌ  ઉકળતા  દોડીને  કોણ  આવે,
ઓ    સાત  મહાસાગર   આ  આગ  કોઈ  ઠારો.

જન્મોય   કૈક  લીધા    સદીયોય    કૈક   વીતી,
રૂંધાય  છે  હવે    સ્વર   આ  આગ  કોઈ  ઠારો.

-રાજેશ વ્યાસ’મિસ્કીન’

Advertisements

ઓક્ટોબર 20, 2008 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

 1. આ શ્વાસ પણ હવે તો લાગે છે પવન જેવા,
  ભડકે છે ઓર ભીતર આ આગ કોઈ ઠારો.
  સુંદર
  હાથ મૂકો હ્રદય ઉપર આવી
  દિલમાં ભડભડતી આગ ઠારો પણ
  ક્યાંથી આવે છે; જાય છે પણ ક્યાં
  પાનખર…….. ને પછી બહારો પણ

  ટિપ્પણી by pragnaju | ઓક્ટોબર 22, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s