"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વેદનાનું દર્દ..

આ દર્દ કેવું?

આ દર્દ કેવું?

કહો, આ   વેદનાનું   દર્દ  ક્યાં   જઈ  બોલવાનું   છે?
અમારું  દિલ  દિલાવર  ને    તમારું   રૂપ  નાનું    છે.

અમે    નાના   હશું   માની   તમે   પણ અંગ  સંકોર્યું,
અમારા   અંતરે  વસવા   તણું  એ    ઠીક  બ્હાનુ   છે.

ન   કહેશો   કે   શમાની   રોશની  અમ  મંદિરે  દીઠી,
અમારા   મંદિરે    જ્યોતિ  તણા   દરિયાવ  ભાનું  છે.

મને સાગર બનાવી આપ  બિન્દુ કાં  બન્યાં, દિલબર!
તમારા   બિન્દુમાં   સાગર શમ્યા  એ    પણ  મજાનું.

ઘડીભર   મને  કહે   છે    કે તમારો  સંગ  ના  યાચું,
છતાં   આજીઝ બનું   છું કે   હઠીલું  દિલ  દીવાનું છે.

તમારા  ખોફ  ને   રહેમત  તણી બરદાસ્ત  આદરવી,
અમારું    જંગનું  મયદાન એ  ને  એ   બિછાનું   છે.

તમારો   વસ્લ   યાચી જિંદગાની  છો  ખતમ  થાતી,
પછી  અમ  દ્વાર  પર  આવી  તમારે  યાચવાનું   છે.

-કપિલ ઠક્કર’મજનૂ;

Advertisements

ઓક્ટોબર 15, 2008 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. વાહ!સુંદર ભાવ અભિવ્યકતિ…..
    સ્તમારો વસ્લ યાચી જિંદગાની છો ખતમ થાતી,
    પછી અમ દ્વાર પર આવી તમારે યાચવાનું છે..

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | ઓક્ટોબર 15, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s