"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિદાય વખતે

વિદાય વખતે એમની પાસે એક નિશાની માગી
                          મેં એક નિશાની માગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા  દિવસો માટે થોડીક જવાની માગી…
                મેં એક નિશાની માગી…
મેં કરી વિનંતી
કે  જાગતો   રહીશ હું ક્યાં સુધી મને કોઈ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝૂલ્ફની ખૂશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં   મારા    સૂના મનને કંઈક તો વસ્તી આપો.

વિરહની  રાતો  પોતે જેને  જીવની  જેમ સંભાળે,
આપો  એક વચન  કંઈ એવું લાખ વરસ જે ચાલે,
પાયલ પહેર્યા બાદ પડ્યાં જે તે સૌ પગલાં આપો,
પનઘટ પરનાં છાનાં મિલનના થોડા નકશા આપો,
                  મેં એક નિશાની માગી…

સૂણી  વિનંતી   બોલ્યા  તેઓ  નજરને નીચી  રાખી,
‘દિલ જ્યાં આપ્યું  પછી કહો શું આપવા જેવું  બાકી?’
મારી  યાદ  હશે  જો    દિલમાં ને  જો સુરજ  ઢળશે,
પ્રેમના સોગંદ  રણમાંથી પણ તમને  પનઘટ  મળશે,
ઝૂલ્ફની ખૂશ્બો,સ્મિતની રોનક,નયનની મસ્તી મળશે,
ક્ષણભર  યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી  જેને  ભૂલી  જવું   હો   એજ  નિશાની  માંગે,
પ્રીતમ  જેના મનમાં   શંકા – એજ  નિશાની માંગે.
કેવો    પ્રીતભર્યો  આ    ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર ‘સૈફ’ શું મળતે  બીજી  કોઈ નિશાની!

-સૈફ પાલનપુરી

સપ્ટેમ્બર 30, 2008 - Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. સૈફ સાહેબની આ રવાની સેફમાં સાચવી રાખવા જેવી નથી શું?
  સરબતી આંખોના આ સ્વામીની વાત અંકે કરવા જેવી નથી શું?

  ટિપ્પણી by Shah Pravinchandra Kasturchand | સપ્ટેમ્બર 30, 2008

 2. બાકી જેને ભૂલી જવું હો એજ નિશાની માંગે…મને ખુબ જ ગમી.

  ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 30, 2008

 3. બાકી જેને ભૂલી જવું હો એજ નિશાની માંગે,
  પ્રીતમ જેના મનમાં શંકા – એજ નિશાની માંગે.
  કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
  આથી બહેતર ‘સૈફ’ શું મળતે બીજી કોઈ નિશાની!
  -સૈફ પાલનપુરી ની કેવી સુંદર વાત
  યાદ આવી…
  આત્મોન્નતિની એક નહિ, પણ અનેક નિશાનીઓ અંતરંગ છે, અને એકમાત્ર તમે જ જાણી શકો છો. જ્યારે ધ્યાન કે જપ કરવા બેસો છો, કે કોઈ સ્તોત્રપાઠ કે પ્રાર્થના કરો છો, ત્યારે તમારા મનની દશા કેવી હોય છે ? તે વખતે મન ચંચલ બનીને, બહારના પદાર્થોમાં દોડાદોડ કરે છે ખરું ? જો તમે તમારી સાધનામાં આગળ વધ્યા જશો, તો તમારું મન વિક્ષેપરહિત બનીને, કોઈ મહામૂલ્યવાન મહોત્સવમાં શામેલ થતું હોય તેમ, એક પ્રકારની ઊંડી શાંતિ, ઊંડી સહાનુભૂતિ, તથા તલ્લીનતામાં ડૂબી જશે. તમને અનેરો આનંદ થઈ રહેશે. એ વખતે બીજા કોઈપણ બહારના વિચારો નહિ આવે; કોઈયે સંકલ્પ-વિકલ્પ નહિ ઊઠે; અને મન બીજે ક્યાંય પણ નહિ ભટકે. આવી અવસ્થાની અનુભૂતિ તમારે માટે દરરોજની કે સહજ બની ગઈ હોય, તો નક્કી માનજો કે તમે સારી ભૂમિકા પ્રાપ્ત કરી છે, નહિ તો હજુ વાર છે એમ માની લેજો.

  ટિપ્પણી by pragnaju | ઓક્ટોબર 1, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s