"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વડ વડ દાદા સૂર્ય..

આપણો  ગ્રહ થ્રીજી ન જાય
તેને માટે પોતાની જાતને બળતી રાખે છે  સૂર્ય
આપણને પ્રકાશ  અને ગરમી આપવા.

સાંજ સુધીમાં હોલવાઈ જાય છે એની આગ
પણ સવારે ફરી પાછો  લગાડે છે આગ પોતાની જાતને.

‘ચાલ દોસ્ત સૂર્ય, હવે ફક્ત એક વધારે દિવસ’
કહીને પોતાની જાતને પાનો ચઢાવતો,
વજનદાર ક્રોસને બોચી પર ઊંચકી પોતાની જાતને ઢસડી જતા
ઈસુ જેવો લાગે છે આ સૂર્ય.

દરેક આકાશગંગાના વડ વડ દાદા સૂર્યો સાથે બેસી કરે છે ગપસપ,
આપણાં સ્વપ્ન સાકાર કરવા જિંદગી હોમી રહેલા દાદાઓને છે વિશ્વાસ,
કોઈક તો આવશે જે એમને જવાબદારીઓમાંથી મુકત કરશે.

બસ ફક્ત ત્યાર સુધી જ વડવડ દાદા સૂર્યોએ
પોતાની આકાશગંગાને
સાચવી લેવાની છે
ડસરડો કરીને.

-સંસ્કૃતિરાણી  દેસાઈ

Advertisements

સપ્ટેમ્બર 29, 2008 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

  1. સરસ રચના
    તેમની આ મઝાની પંક્તીઓ યાદ આવી
    “માથું અરીસામાં જ રહ્યું.
    ને બહાર નીકળી પડી હું
    માથા વગરના શરીરને લઇને.”
    ——————————-
    “ખોળામાં ભરેલાં બીજને
    નાજુક હાથે વાવી દઉં છું
    ઊગે છે ત્હેમાંથી
    કવિતાનાં ગુલમહોર ક્યારેક. “
    યાદ આવ્યું
    ધર્મોનો વિવાદ દૂર કરવા જયપ્રકાશ નારાયણ ઉતરપૂર્વ
    પ્રદેશમાં શાન્તી સૈનીકોને પ્રાર્થનામાં આવું જ ગીત
    ગવડાવતા.
    આકાશગંગા સૂર્ય ચન્દ્ર તારા સંધ્યા ઊષા કોઈના નથી

    ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 30, 2008

  2. સરસ રચના છે..મને વાંચવાની મઝા આવી ગઇ.

    ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 30, 2008

  3. આ અતિ સુંદર રચના છે.
    આપણો ગ્રહ થ્રીજી ન જાય
    તેને માટે પોતાની જાતને બળતી રાખે છે સૂર્ય …
    આપણા ઋષિ મુનિ ઓ એ સૂર્ય પાસે થી જ પ્રેરણા લઇને પોતાના જીવનને તપાવી તપાવી આપણને જ્ઞાન રૂપિ પ્રકાશ આપ્યો છે.

    ટિપ્પણી by ગિરીશ ભટ્ટ | જાન્યુઆરી 18, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s