"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શિક્ષણ???

આ   સઘળા ફૂલોને  કહી  દો  યુનિફોર્મમાં  આવે,
પતંગિયાઓને   પણ  કહી દો સાથે દફતર  લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં   તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક   કુંપળોને   કૉમ્પ્યુટર ફરજિયાત  શીખવાનું,
લખી  જવાણો   વાલીઓને   તુર્તજ  ફી ભરવાનું.

આ   ઝરણાંઓને સમજાઓ    સીધી  લીટી  દોરે,
કોયલને  પણ  કહી   દેવું    ના ટહુકે ભરબપ્પોરે.

અમથું   કૈં આ વાદળીઓને  એડમિશન  દેવાનું?
ડૉનેશનમાં    આખ્ખેઆખ્ખું    ચોમાસું   લેવાનું.

એક  નહીં   પણ મારી ચાલે છે  અઠ્ઠાવન  સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો   વડલો   મારી કાઢે  ભૂલો!

-કૃષ્ણ  દવે

Advertisements

સપ્ટેમ્બર 19, 2008 - Posted by | મને ગમતી કવિતા

7 ટિપ્પણીઓ »

  1. sundar!

    ટિપ્પણી by rekha | સપ્ટેમ્બર 19, 2008

  2. કૃષ્ણ દવેની ખૂબ જાણીતી આ રચના
    વ્યંગમા કેવો આક્રોશ વ્યક્ત કરે છે

    ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 19, 2008

  3. સુંદર રચના… ફરી ફરીને વાંચવી ગમે એવી…

    ટિપ્પણી by વિવેક ટેલર | સપ્ટેમ્બર 20, 2008

  4. વરસો પહેલા આ સરસ મજાની રચના પર ટોય લાઇબ્રેરી ના બાળકોને એકશન સોંગ તરીકે શીખડાવેલ..અને ખૂબ સરસ થયેલું. તેને યાદ તાજી થઇ આવી. આમ પણ આ મારા પ્રિય કવિ છે.
    આભાર

    ટિપ્પણી by nilam doshi | સપ્ટેમ્બર 20, 2008

  5. એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
    ‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો!

    બ્લોગ જગતમાં પણ નવી નવી સ્કૂલો સ્શરૂ થતી જાય છે. પણ જો જો આ સ્કૂલો તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો કરતા પણ ખતરનાક છે. દરેક વિષય માત્ર ઉંઝા જોડણીમાં જ શિખવાડે છે.

    ટિપ્પણી by ઉંઝા જોડણી | સપ્ટેમ્બર 20, 2008

  6. A very good composition.

    ટિપ્પણી by વિજેશ શુકલ | સપ્ટેમ્બર 22, 2008

  7. very good

    ટિપ્પણી by vkmevada | ઓક્ટોબર 25, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s