મોહે પનઘટ પર નંદલાલ
(આ ગીત સ્વ.રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત છે.’છત્રવિજય’ નાટકમાં તેનો પ્રથમ પ્રયોગ થયો હતો.’મોગલે આઝમ’ સિનેમામાં આ જ ગીતનો વપરાશ થયો છે. રસકવિને શ્રેય ન મળ્યું તેની સખેદ નોંધ લેવી ઘટે.
મોહે પનઘટ પર નંદલાલ છેડ ગયો રે
મોરી નાજૂક કલૈયાં મરોર ગયો રે
મોરી ચોલી કે તંગબંધ તોડ ગયો રે
કંકરીયા મોહે મારી ગગરીયાં ફોર ડાલી
શ્યામ સુંદર ચુનરીયાં ભીંજાય ગયો રે
મોહે નયનન કે સેનમેં સજાય ગયો રે..મોહે..
-રઘુનાથ બ્રહ્મભટ્ટ
ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા ગાતા મુસ્લિમ સ્વરકારોનાં ગીતો ધર્મના વાડાઓને ચીરીને આપણા હૃદયને ડોલાવે છે.મુસ્લિમ ઐતિહાસિક ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ગવાતું ગીત આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે. એ ગીતમાં રાધાના સ્વાંગમાં મુસ્લિમ અભિનેત્રી મધુબાલાને નૌશાદમિયાંના સ્વરોમાં અભિનય કરતી જોવી એ હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમૃદ્ધ સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું છે.