"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ધારો કે એક સાંજ આપણે મળ્યાં..

ધારો કે એક સાંજ આપણે મળ્યાં  અને આપણ હળ્યા
પણ  આખા  આ   આયખાનું   શું?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ ભરી વાંચીશું?
માનો કે હોઠ સ્હેજ  મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યા
પણ બલબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધૂં અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી  વારતાનું શું?

-જગદીશ જોષી

Advertisements

સપ્ટેમ્બર 5, 2008 - Posted by | મને ગમતી કવિતા

3 ટિપ્પણીઓ »

 1. અનેકવાર માણેલુ
  ગાયેલુ
  આ ગીત સાથે બીજા બે ગીતો ખાસ યાદ આવે

  ધારો કે આંખ હો કુંવારી કન્યકા
  તો પાંપણે ફરક્યું તે કોણ ?
  ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
  તો હોઠ પરે મલક્યું તે કોણ ?
  ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
  . તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?
  ધારો કે મહેક્યું તે આષાઢી આભ
  . તો મન મૂકી ગહેક્યું તે કોણ ?
  ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
  તો સપનામાં વરસ્યું તે કોણ ?
  ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
  તો ઝબકીને તરસ્યું તે કોણ ?
  ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
  . તો મન મહીં થરક્યું તે કોણ ?
  સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
  મુકુલ યાદ આવ્યો-
  ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
  ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
  પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
  ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?
  ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
  તો મન મહીં થરક્યું તે કોણ ?
  .સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
  મનમાં જગદીશનો ગણગણાટ્—
  ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા
  વીતી ગયા પણ આ માંડેલી વારતાનું શું?
  ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
  તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?
  કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
  જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
  કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

  ટિપ્પણી by pragnaju | સપ્ટેમ્બર 6, 2008

 2. sundar git.. aapnu naam bahu comments ma vanchelu..pan aapna bog ni mulakat levano avsar j kadach aaje aavvano hashe..!!!! aaje… mhali lau aapana shabdo na upvan ma..

  ટિપ્પણી by Dhwani joshi | સપ્ટેમ્બર 7, 2008

 3. આ ગીતનું શીર્ષક આપે ક્યાંકથી વાંચીને મૂક્યું છે કે પછી….??

  કવિએ આ ગીતને આપેલું શીર્ષક છે, “એક હતી સર્વકાલીન વારતા”…

  ટિપ્પણી by વિવેક ટેલર | સપ્ટેમ્બર 8, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s