કેમ કરી કરીએ ( ગીત )
કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કેરી કરીએ હે રામ!
ધખ ધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
અમે કેમ કેરી કરીએ હે રામ!
દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારા પગલામાં ઠેશ,
હવે ચાલી ચાલીને કેમ ચાલું?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ, મારી આંખોમાં થાક,
વળી જીવતરમાં મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યા બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ,
અમે કેમ કેરી કરીએ હે રામ!
અંદરને અંદરથી રોજરોજ આમ મને ધીમે ધીમે કોઈ
કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારા પર આવીને પડતી ઉપાધીઓ
ખેતરમાં ભીડ પડે તેમ
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ?
અમે કેમ કેરી કરીએ હે રામ!
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
અમે કેમ કેરી કરીએ હે રામ!
-અનિલ ચાવડા
Sundar geet!
અંતરની વ્યથાનું બહુ જ સુંદર ચિત્રણ.
જીવતરમાં મસમોટું ખાલું; – આ ખાલુ શબ્દ સમજાયો નહીં .
—————-
ખેતરમાં ભીડ પડે તેમ
કદાચ અહીં ‘ તીડ’ શબ્દ હોવો જોઈએ. એ વધારે જચે છે.
મઝાની રચના
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ?
અમે કેમ કેરી કરીએ હે રામ!
યાદ આવી
ગાંધીજીની વાત્
વરસો પહેલાં જે એક વાકય મારા દિલમાં વસી ગયું હતું કે, ‘જયારે રસ્તો ન સૂઝે અને કઇ દિશા લેવી તેની મૂંઝવણ થાય ત્યારે જયાં હોય ત્યાં જ વળગી રહેજે.’
મારે જે કહેવું છે, જેની હું વર્ષોથી ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે. તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે.
ઈશ્વર સર્વ સમર્થ છે. તે જ સર્વસ્વ છે. આપણે તો કેવળ મીંડા છીએ, શૂન્ય છીએ.
ભગવાને ધાર્યું હશે કે આને મરવા દેવો છે તો તેમ થયા વિના થોડું જ રહેવાનું છે?
જે ક્ષણજીવી અને અસત્ છે તેને છોડીને જે શાશ્વત અને સત્ છે તેને ગ્રહણ કરવાનું શીખવવાનો મારો ધંધો જ છે.