"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભીંત છે

બારણું  બારી  નમેલી   ભીંત  છે,
આસુંઓથી  ટકવેલી     ભીંત  છે.

એટલે  છાંયોય  ગાયબ થૈ  ગયો,
સૂર્ય સાથે  આથમેલી   ભીંત  છે.

રાતભર  રોયા  કર્યુ  છે મન મુકી,
ઓસર્યો ડૂમો, શમેલી  ભીંત  છે.

ઠોકતો   ખીલા જ જાણે  છાતીમાં,
ઘાવ  ખાલીના  ખમેલી  ભીંત છે.

છાંયડા      ફરતા  રહે   ખંડેરમાં,
કૈંક  જનમોથી  ઊભેલી   ભીંત છે.

-મનીષ પરમાર

Advertisements

ઓગસ્ટ 28, 2008 - Posted by | ગમતી ગઝલ

4 ટિપ્પણીઓ »

  1. sundar rachana..

    ટિપ્પણી by Niraj | ઓગસ્ટ 28, 2008

  2. ભીતરની વેદના ભરેલ-…
    રાતભર રોયા કર્યુ છે મન મુકી,
    ઓસર્યો ડૂમો શમેલી ભીંત છે……
    -સોંસરી ઉતરી જાય એવી પંક્તિ.
    -અભિનંદન

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ | ઓગસ્ટ 28, 2008

  3. રાતભર રોયા કર્યુ છે મન મુકી,
    ઓસર્યો ડૂમો, શમેલી ભીંત છે….ખુબ જ અસરકારક પંક્તિઓ….

    ટિપ્પણી by devikadhruva | ઓગસ્ટ 29, 2008

  4. રાતભર રોયા કર્યુ છે મન મુકી,
    ઓસર્યો ડૂમો, શમેલી ભીંત છે.

    – સુંદર શેર…

    ટિપ્પણી by વિવેક ટેલર | ઓગસ્ટ 29, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s