"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જખમો બધા આરામમાં છે.

હવાઓ  સાવ  ધીમેથી  વહો,જખમો  બધા   આરામમાં છે,
છે પતઝડ, પણ પર્ણો ના ખરો,જખમો બધા  આરામમાં છે.

હજી  તો   માંડ સમજાવ્યું હૃદયને ,ત્યાં નયન  જિદ્દ  કરે છે,
અરે! ઓ આંસુઓ,ના અવતરો,જખમો બધા આરામમાં છે.

સફરનો  થાક છે તો આંખ લાગી જાય સ્વભાવિક  છે એ તો,
અધૂરા સ્વપ્ન! પાછા ના ફરો,જખમો બધા   આરામમાં છે.

ઘડીભર   પ્યાસને   ઠેલ્યાં    કરો, મેળે  મટી જાશે  તરસ,
રહેવા  દોને , પ્યાલો  ના ધરો,જખમો બધા  આરામમાં છે.

ઊઘાડશે  પોપડાના  પોપડાઓ’પ્રેમ’ એકધારા  પછી ત્યાં,
વીતેલી વાતને  ના   કરગરો, જખમો બધા  આરામમાં છે.

-જિગર જોષી”પ્રેમ”

Advertisements

ઓગસ્ટ 26, 2008 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

  1. હજી તો માંડ સમજાવ્યું હૃદયને ,ત્યાં નયન જિદ્દ કરે છે,
    અરે! ઓ આંસુઓ,ના અવતરો,જખમો બધા આરામમાં છે.

    All shers are nice but I liked this one a lot.

    ટિપ્પણી by Chiman Patel "CHAMAN" | ઓગસ્ટ 26, 2008

  2. ઘડીભર પ્યાસને ઠેલ્યાં કરો, મેળે મટી જાશે તરસ,
    રહેવા દોને , પ્યાલો ના ધરો,જખમો બધા આરામમાં છે.

    ઊઘાડશે પોપડાના પોપડાઓ’પ્રેમ’ એકધારા પછી ત્યાં,
    વીતેલી વાતને ના કરગરો, જખમો બધા આરામમાં છે.

    વાહ્

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 26, 2008

  3. જખમો બધા આરામમાં છે….બહુ સરસ રચના છે….

    ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 27, 2008

  4. સફરનો થાક છે તો આંખ લાગી જાય સ્વભાવિક છે એ તો,
    અધૂરા સ્વપ્ન! પાછા ના ફરો,જખમો બધા આરામમાં છે.

    અધૂરા સ્વપ્ન જખમ તાજા કરી જાય અને ઉંઘ ઊડાડી જાય એવી ફડક સરસ રીતે વ્યકત થઈ છે.

    ટિપ્પણી by વિજેશ શુકલ | ઓગસ્ટ 27, 2008

  5. મજેદાર ગઝલ…. વાહ, જિગરભાઈ! વાહ…

    ટિપ્પણી by વિવેક ટેલર | ઓગસ્ટ 27, 2008

  6. અત્યાર ના નવયુવાનો આટ્લી સુંદર રચનાઓ બનાવે એ જ ઘણું… જિગર જોષી સાથે હમણાં જ મુલાકાત થયેલી..

    ટિપ્પણી by chetu | ઓગસ્ટ 27, 2008

  7. saras gazal …..

    ટિપ્પણી by naraj | ઓગસ્ટ 28, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s