"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શાને થઈ ઘેલી !

અલી  શાને થઈ ઘેલી !
હેત વરસાવે વ્હાલા પર
ઘરતી પર જેમ  હેલી !
અલી શાને થઈ ઘેલી !

મુલાયમ  મુખપર એના ના ચુંબનનો કંઈ પાર,
નજરું લાગશે લાડકાને,  કાઢીશ નહિ કંઈ સાર!

અનુભવની ડાયરીમાંથી-
વાત કહી  તને  વે’લી,
અલી શાને થઈ ઘેલી !

ઘવડાવતાં  ઘવડાવતાં  તું  મહીં  મહીં મલકાતી,
હાથ ફરી રહ્યો શિરપર ને શેરો દૂઘડે છલકાતી.

અમીરસનું પાન કરતાં કરતાં-
મીચાઈ ગઈ આંખ વે’લી,
અલી  શાને  થઈ  ઘેલી !

ભૂલી ગઈ ખુદને મૂઈ  તને એને  રાખી  બાંઘી,
તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!

     ઢળી રહી સંઘ્યા  પેલી,
      અલી શાને  થઈ  ઘેલી !
– ચીમન પટેલ ‘ચમન’૮-૮-’૬૫

ઓગસ્ટ 23, 2008 - Posted by | મને ગમતી કવિતા

8 ટિપ્પણીઓ »

 1. સુંદર ગીત.

  ટિપ્પણી by સુનીલ શાહ | ઓગસ્ટ 23, 2008

 2. bahu ja saras

  ભૂલી ગઈ ખુદને મૂઈ તને એને રાખી બાંઘી,
  તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!

  abhinandan chimanbhai ne pan…

  ટિપ્પણી by vijayshah | ઓગસ્ટ 23, 2008

 3. લયના વલયમા ચઢી ચકરાવે નેહની હેલી.
  વાહરે ચમન,તેંતો પ્રસરાવી સૌરભની રેલી.

  ટિપ્પણી by Shah Pravinchandra K | ઓગસ્ટ 23, 2008

 4. સરસ, ભાવ સભર રચના…

  ટિપ્પણી by સુરેશ જાની | ઓગસ્ટ 23, 2008

 5. અલી શાને થઇ ઘેલી…ખુબ સરસ રચના છે.

  ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 24, 2008

 6. Hi masa… well done.. I liked it a lot…

  ટિપ્પણી by Anar | ઓગસ્ટ 25, 2008

 7. You are a man full of surprises.You are a painter-Poet-Cartoonists-humorous story writer– Nice poem-written in 1965-Keep it up.

  ટિપ્પણી by Harnish Jani | ઓગસ્ટ 28, 2008

 8. I thank every one who took time to put their comments here.

  ટિપ્પણી by Chiman Patel "CHAMAN" | ઓગસ્ટ 31, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: