"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચીસ

એ ઘર સાફ કરતી હોય કે કબાટ, રસોડામાં હોય કે બાથરૂમમાં, એ ગરોળીને જોએ, એટલે ચીસ પાડે. હું દોડી જાઉં, પછી તો ઠપકોય આપતો. લગ્નોત્તર આવી ચીસોથી હું ટેવાય ગયેલો. મેડી ઉપરના મારા વાંચનખંડમાંથી જ હું  બુમ મારીને કહેતોઃ ‘અરે! એમાં શું બીવાનું !’

    એકવાર તેણે રસોડાનું કબાટ  ખોલેલું. અંદરની બાજુ લપ્પટ થઈ ગયેલી બે ગરોળી મારી પત્નીની સાડી પર કૂદી પડી,તે ત્રીવ્ર ચીસ સાથે પાછી પડી, પછી તો સળગતા સ્ટવે તેને ક્રમશઃ
આશ્લેષી લીધી. તેની ચીસોથી ટેવાઈ  ગયેલો હું વાર્તાને અધૂરી છોડી  નીચે આવ્યો તો…

   આજે મારો લગ્નદિવસ. હું એની છબી વારંવાર નિહાળું છું. દિવાલ સાથેય એના સ્વભાવ પ્રમાણે કેવી ઓતપ્રોત છે એ ! એટલામાં એ છબીની બાજુમાંથી જ એક ગરોળી પસાર થઈ જાય છે. તેને હટાવવા મોઢેથી સિસકારો બોલાવવા બે હાથ વડે તાળી પાડી ઊભો થાઉં છું. તોયે એ છબી પર થઈને જ ચાલી જાય છે, ને છબી ચીસ પાડી ઊઠે છે.

-ભગીરથ બ્રહ્મભટ્ટ

Advertisements

ઓગસ્ટ 22, 2008 - Posted by | ટુંકીવાર્તા

6 ટિપ્પણીઓ »

  1. હ્રદય સ્પર્શી………….

    ટિપ્પણી by chetu | ઓગસ્ટ 22, 2008

  2. What a touching story!

    ટિપ્પણી by વિજેશ શુકલ | ઓગસ્ટ 23, 2008

  3. હ્રદય સ્પર્શી………….

    ટિપ્પણી by Nirlep Bhatt | ઓગસ્ટ 23, 2008

  4. sundar varta

    ટિપ્પણી by vijayshah | ઓગસ્ટ 23, 2008

  5. એ છબીની બાજુમાંથી જ એક ગરોળી પસાર થઈ જાય છે. તેને હટાવવા મોઢેથી સિસકારો બોલાવવા બે હાથ વડે તાળી પાડી ઊભો થાઉં છું. તોયે એ છબી પર થઈને જ ચાલી જાય છે, ને છબી ચીસ પાડી ઊઠે છેા
    ભાવાત્મક અભિવ્યક્તી

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 23, 2008

  6. આ ચીસ વાર્તા વાંચુ છું તો એમાં મને લાગે છે કે સ્ત્રી મોટા ભાગે નાની વાતને મોટુ સ્વરૂપ આપતી હોય છે…આ તો વાઘ આવ્યો વાઘ આવ્યો એવી વાત થઇ….મઝા આવી ગઇ.

    ટિપ્પણી by Rekha | ઓગસ્ટ 24, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s