મંદીર જો ખૂલે તો..
બેઠો છું પેન લઈને, તકદીર જો ખૂલે તો
અંદર સભર -સભર છે એ મીર જો ખૂલે તો.
એ મ્હેલ, એ ખજાનો, જાગીર જો ખૂલે તો,
ઝાંખી પડી ગયેલી તસ્વીર જો ખૂલે તો.
મારા જ ખુદના ઘરની તદબીર જો ખૂલે તો,
હું પ્રાર્થના કરુ છું, મંદીર જો ખૂલે તો.
પાણી અને તરસની જ્ંજીર જો ખૂલે તો,
મારા શરીરમાં છે એ પીર જો ખૂલે તો.
ખૂલે ઈલમશકાલા… ખૂલે ધજાપતાકા..
જો નીર આ ખૂલે તો આ ક્ષીર જો ખૂલે તો.
તકદીરમાં છૂપેલાં… સિંદુરમાં લીંપેલા…
દેખાડવા છે મારે આ ચીર જો ખૂલે તો.
એક પાછલા પહોરે… જાવું છે ભજનચોરે…
એક પાછલા જનમનું આ તીર જો ખૂલે તો.
એક આપ એક ખૂણો… એક ચેતવીને ધૂણો…
આપે જડી જવું છે એક હીર જો ખૂલે તો.
-લલિત ત્રિવેદી
ખૂલે ઈલમશકાલા… ખૂલે ધજાપતાકા..
જો નીર આ ખૂલે તો આ ક્ષીર જો ખૂલે તો.
તકદીરમાં છૂપેલાં… સિંદુરમાં લીંપેલા…
દેખાડવા છે મારે આ ચીર જો ખૂલે તો.
સરસ
બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.
મજાની વાત.
ઈલમશકાલા — કે— ઈલમશલાકા ? (ઈલમ= જાદુ, શલાકા= લાકડી)