ઈચ્છાગીત
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મે ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.
ખડકી છે ખડકીઃ દુકાન છે એ ઓછી કે
જોખી જોખી ને કરું વાત?
આવેતુ પુછશે રે જોઈ ભળભાખળું
કે ક્યારે આ વીતી ગૈ રાત?
હળહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું.
આથમણે અંધારા ઉતરે તો ઉતરે
આ દિવાઓ દેશે અજવાસ
આસાનમાં આનાથી રૂડું શું હોય-
મળે ફળિયાનુ લીલુંછમ ઘાસ?
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો ઢાંકું?
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીતવાની રીત
સાંજની બોલાશ એવી લાગે કે હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.
-મનોહર ત્રિવેદી
exellent geet……maja aavi
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મે ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.
bahu ja saras ane maza aavi jaay tevu ichchha geet.
tamaaraa vaamnchanna saagarmaath moti goti lavyaa chho
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીતવાની રીત
સાંજની બોલાશ એવી લાગે કે હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.
સુંદર
યાદ આવ્યું અમે ગરીબ વસાહતમાં રહેતી બેનોની ઈચ્છા જાણવા પૂચ્છ્યું તો ઘણાનો જવાબ હતો
બંધ ઓરડીમાં નહાવાનું મળે વિ
અદભુત લય અને મજાનું ગીત.. વાહ.. વાહ… વાહ…