"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિધવાની ઈચ્છા

મન્નારકડા નામના ગામમાં લાગેલી આગના સમાચાર એક સવારે છાપામાં વાંચ્યા. આજકાલ આવા તો બહુ યે સમાચાર આવ્યા કરે છે, એમ કરીને છાપાંનાં પાનાંને ઊથલાવી દીધાં. પણ પાછળથી મળેલી તેની નીચે મુજબ વિગતે હૃદયનાં પાનાંને ઊથલાવી દીધાં.

   આગ લાગેલી કે મુસલમાનના ઘરમાં, પડોશમાં રહેતા કૃષ્ણનને ખ્બર પડતાની સાથે સફાળો ઊઠી એ ત્યાં પહોંચી ગયો . જાતની , પત્નીને બે બાળકોની કે વૃદ્ધ માતાની પરવા ન કરતાં તેણે આગમાં ઝંપલાવ્યું, અને ભડભડતી જ્વાળાઓમાં ઝડપાયેલાં પાડોશીનાં બે બાળકોને તો બહાર ધકેલી બચાવી લીધાં; પણ પછી પોતે બહાર નીકળવા જતાં સપડાયો, આગે તેને ભરખી લીધો.

  કૃષ્ણનનું કુટુંબ નિરાધાર બન્યું, એની સંભાળ સમાજે લેવી જોઈએ, એમ કહીને કાલીકટથી નીકળતા’માતૃભૂમિ’દૈનિકે ફાળા માટે  અપીલ કરી. જોત જોતામાં  રકમ રૂ. ૨૪૦૦૦ની લગોલગ પહોંચી ગઈ. હિન્દુ તેમજ મુસલમાન વાચકોનો તેમાં ફાળો હતો. એ રકમનો ઉપયોગ પ્રથમ શેમાં કરવો છે , એવું કૃષ્ણનની પત્નીને પૂછવામાં આવ્યું, ત્યારે  એવિધવા કરૂણ સ્વરે એટલું જ બોલી કે’ તમને જેમ યોગ્ય લાગે તેમ  કરજો, પણ મારી ઈચ્છા છે કે એ રકમમાં થી પહેલાં તો મારા નિરાધાર પાડોશીને રહેવા ઘર બંધાવી દેવું.’

-જ્યોતિ દૈયા

“એક ઝરણું જોઈને માની લેવું કે ક્યાંક મહાસાગર હશે જ-એનું નામ શ્રદ્ધા”-વિલિયમ વૉર્ડ

Advertisements

ઓગસ્ટ 6, 2008 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

 1. હૃદયસ્પર્શી વાત….
  આવા પ્રસંગો ભલે અલ્પ બને છે, પણ માનવતા હજી છેક મરી પરવારી નથી તેની સાબીતી છે.

  ટિપ્પણી by સુનીલ શાહ | ઓગસ્ટ 6, 2008

 2. Namskar vishwadeep bhai. now i do not have a words to say how much i like your phoolwadi and
  “Vidwa Ni Eichha”.and all. all are fine here, i read everthing 3 to 4 times.
  harsha

  ટિપ્પણી by Harsha | ઓગસ્ટ 11, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s