સાચે જ દિકરી વહાલનો દરિયો..
‘દીકરી ‘ શબ્દ મને લાગણીશીલ બનાવી દે છે.. કોઈ લગ્ન પ્રસંગે જાવ છું અને જ્યારે કન્યાવિદાયનો સમય આવે છે ત્યારે હૈયું લાગણીવશ બની જાય છે..’કન્યાવિદાય જોઈ શકાતી નથી.મારી વહાલસોય દીકરીની વિદાય વખતે જે હૈયું ભરાય આવ્યું , કહેવા ઘણું જ ચાહતો હતો પણ કશું કહી ન શકાયું ત્યારે કાવ્યરુપે શબ્દો સરી પડ્યાં.
“આશિષ કે દો શબ્દ કહના ચાહૂંગા, મગર કુછ ન કહ શકુ તેરી બિદાઈ પર ,
બસ મેરી આંખ પર એક નજર કર લેના, દો શબ્દ તૂં અપને આપ હી પઢ લેના.”
દીકરી સાથેની આત્મિયતા કંઈ અનોખી અને અદભૂત હોય છે.કોઈ સારું સાસરૂ મળે એવી પ્રાર્થના માત-પિતા કાયમ કરતા હોય અને જ્યારે એ જ દિકરીને સાસરે વિદાય આપતા હૈયું ભરાય જાય જાણે આપણું સર્વસ્વ કોઈ લઈ ગયું હોય એવું ભાસે! હર્ષને શોકના આંસુ ગંગા-જમના જેવા વહેવા લાગે! દીકરીનું બાળપણ યાદ આવી જાય..
“અભી ભી યાદ હૈં તેરી પ્યાર ભરી પપ્પી સે મેરે સારે દિન ખુશી સે ગુજરતે થે,
ઘર પર આતે હી અપની ગુડિયા કો દેખકર સારી થકાન દૂર હો જાતી થી.”
આવાજ વહાલની અનુભૂતિ , દીકરી પ્રત્યેનો અસિમ પ્રેમ, તેમ દિકરી વિષે કવિ-લેખકો શું કહે છે તે જાણીએ..
” તમે ગમે તે કહો, પણ એક વાત સોનાના પતરા પર લખી રાખવા જેવી છે કે દીકરી એ ઘર નું અજવાળું છે, દીકરીના સ્પર્શનો જાદુ તો જુઓ! હું કાંકરનો સ્પર્શ કરું ત્યારે કેવળ કાંકરાજ રહે છે, દીકરી કાંકારાબને સહેજ અડકે કે તે તરત જીવ-વગરના કાંકર જીવતા પાંચીકા બની જાય..
અનિલ જોશી
‘દીકરો એટલે અહં એષણા ‘નામ કરેગા રોશન’ દીકરી એટલે સ્વાર્પણની ભક્તિમય નમ્રતાની , ઓગળી જવાની તૈયારી. મારે મન તન્વી( દીકરી)એટલે પ્રભુએ(પ્રભુ એટલે મારા અહંકારની બહારનું બધુંજ જે છે વિશ્વનાં તે) એ પરમેશ્વરે -મને જે અગાધ આનંદ આપ્યો એનો ઋણભાર.
-બકુલ ત્રિપાઠી
‘આપણી ભારતિય સંસ્કૃતિમાં સમર્પણ છે , ત્યાગ છે અને એવું જો ત્યાગનું પાત્ર હોય તો તે દીકરી છે . આપણે ત્યાં એમ કહેવાય છે કે પોતાના ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય અને બીજાના ઘર જઈ દીવો કરે એને દીકરી કહેવાય . દીકરો બે કુળને તારે -બાપના કુળને મોસાળના કુળાને ;પણ દીકરી ત્રણ કુળને તારે છે-બાપના, મોસાળના અને સાસરાના.’
– ભીખુદાન ગઢવી
‘જે પતિપત્નિને સંતાનમાં એકજ પુત્રી છે એ પિતા પિતૃત્વની ચરમતમ ઊંચાઈને સ્પર્શી જતા હોય છે. પુત્રી અને એકજ પુત્રી, ગયા ભવમાં પુણ્ય કર્યા હોય એનેજ આ ભવમાં મળે છે.’
-ચંદ્રકાંત બક્ષી
‘મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી પિતાનું સ્વરૂપ છે . પુત્ર એ બાપનો હાથ છે , પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે, પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.’
-મોરારિ બાપુ
‘પુત્રીને માતાના રૂપમાં , ભગિનીના રૂપામાં, પત્નિના રૂપમાં, સાસુના રૂપમાં કે કોઈ પણ સ્વરૂપમાં જોતાં એક હકીકત જે સૌથી ઉપર તરી આવતી હોય તો તે એ કે તે પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ, શાંતી પહોંચાડે છે.’
-ડૉ. રાજેશ કામદાર
‘પાનેતર ઓઢેલી આપણી પુત્રીઓ રચના-નેહા આપણને પગે લાગશે ને વિદાય માગશે ત્યારે…ત્યારે… કહેતાં અનિલે ડૂસકું ભર્યું, હા ત્યારે અસ્તિત્વના મીઠડા અંશને આપણે આંગણેથી વિદાય આપીને , હોઈશું તેનાથીયે વધારે બુડ્ઢા થઈ જઈશું’ એવું બોલ્યો ન બોલ્યો ને મનેય ગળે ડૂમો બાઝી ગયો. મારી બેઉની આંખોમાંથી સરસર આંસુ નીતરવાં અલાગ્યા ને અમે એક્મેકના ખભે માથું ઢાળીને ક્યાંય હૈબકતાં રહ્યાં.
-રમેશ પારેખ
Dikri-Nasibwala ne male-Dikri vina no MaNas KarodoPati hoy toye Bhikhari chhe—That is what I feel-I have two daughters and I feel like a richestman on earth.
સાચે જ દિકરી વ્હાલનો દરિયો હોય છે. એટલે તો આપણામાં એને લક્ષમીનું સ્વરુપ કહેવામાં આવે છે…દિકરી જ્ન્મે એટલે ઘરમાં લક્ષમી આવે છે…એ સાસરે જાય એટલે ત્યાં લક્ષમી બનીને જાય છે. દિકરી વિષે તો જેટલુ લખીએ એટલુ ઓછુ છે. આવા વરસાદનાં દિવસમાં તો આવી કવિતા…..મઝા પડી ગઇ.
haju to aa dikri pitane bhuli nathi ane
tame maa tarike dikri nathi tenu dukh pan thai avyu….
saras article…..
દિકરી કે દિકરો ન હોય એનુ દુ:ખ અનુભવવાથી એ ખોટ પૂરાતી નથી, પણ જે છે એને પ્રેમથી સ્વીકારી ને માન આપવાથી, એમને પણ પોતાની હયાતીની કોઇ જ લઘુતાગ્રંથી ના બંધાઇ જાય ….!…બાકી તો આપણા નસીબમાં જે હોય, એ આપણે સ્વીકારી શકતા નથી અને જે નથી એનો અફસોસ કરીએ …એ માનવ સહજ લક્ષણ છે …!!!
સરસ ચિત્ર..સરસ ભાવના સરસ વાત…
દીકરીની હેતના મૂલ ન થાય..
બહું સરસ, દિકરી કાળજા નો ટુકડો હોય છે.સાસરીયામાં રહીને પણ બાપની ચિંતા કરતી રહેતી હોય છે.
[…] ફૂલવાડી સાચે જ દિકરી વહાલનો દરિયો.. […]
પિંગબેક by ફૂલવાડી « NANDANIYA ASHVIN Weblog | ઓગસ્ટ 12, 2008
iF DIKARI IS VAHAL NO DARIYO.
TO
DIKARO ANTARNU AMI.
Beautiful Words Said By a Lover to his Girl..”Sweetheart…the next girl i’l ever love on this earth after you…will be our daughter..
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ …..