"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નારી ! તું તારિણી-મીરા ભટ્ટ.

 નારી એ  ‘બિચારી’નથી , ‘ઓશિયાળી ‘ નથી ‘ગોણ “નથી. પાણો તો હરગીજ નથી જ નથી. એ  તો એક (આગળ વાચો)..( જુન ૨૫,૨૦૦૮) ચેતના છે.
     પોતાની એક સ્વતંત્ર હસ્તિ છે.એને ઉધાર જીવન જીવવાની કોઈ જરૂર નથી.અંતરમાં અખૂટ વિશ્વાસ  અને આંખોમાં અદભૂત તેજ સાથે હવે એ અરીસાના પોતાના પ્રતિબિંબન  કહી શકે છે કે’હું નથી ઓશિયાળી કે નથી અબળા; નથી હું અધુરી કે નથી હું એકાંગી; હું છું સ્વયંપૂર્ણા! મારું સ્વાયત્ત એકમ છે.
     વર્તમાનયુગની નારી અભૂતપૂર્વ સિદ્ધિ કોઈ હોય તો તે આ છે કે એણે પોતાનું મૂળ ઠેકાણું શોધી લીધું છે. અત્યાર સુધી સમાજશાસ્ત્રીઓ, કવિઓ અને સાહિત્યકારો એને જે  જે સરનામાં આપતાં રહ્યાં , તે તે  સરનામે એ રઝળાતી  રહી, પરંતુ ક્યારેય તે ઠામે  એ ન ઠરી શકી. નિજધામે પહોંચવા માટે બીજાએ આપેલાં ઠેકાણાં કામ નર્થી લાગતાં.પોતાનું ઠામ પોતેજ શોધવું પડે છે. સ્ત્રીને હવે પોતાનું સ્વધામ.નવા યુગની નારી કદીય બેજવાબદાર ન હોય શકે.

    સ્ત્રી શક્તિ જાગી છે એનો અર્થ  એ નથી કે આજ થી પુરુષ જગત એના માટે મોરચે ઉભેલી શત્રુસેના બની જાય. પુરુષોનો એને ઈન્કાર કેવી રીતે હોય શકે? શું પુરુષ કે સ્ત્રી. સૂષ્ટીનાં અવિભાજ્ય અંગ છે, એ તથ્ય કેવી રીતે ભૂલી શકે ? અને ભૂલવું પણા શા માટે? સ્ત્રીને પુરુષ સામે વાંધો એ વિરોધ ન હોય શકે , પરંતુ આજ સુધી એ પુરુષને ભરોસે જીવતી રહી, હવે  એનો સંકલ્પ જાગ્યો છે કે હવે એ જીવશે તો પોતાના ભરોસે જીવશે.

  આમ સ્ત્રીના જીવનની આ નૂતનયાત્રા પ્રારંભિક બિન્દુ છે. અભેદમાં કોઈ ઊંચું નથી, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી, છે  તો માત્ર સહયાત્રા, કેવળ  સહજીવન. સ્ત્રીની જાગૃત ચેતના કેવળ એના પોતાના માટે પરમ-ઉપકારક સિદ્ધિ થઈ શકશે, કારણ કે સ્ત્રીશક્તિ એ તારકશક્તિ છે.

  યુગયુગાંતરથી તપી તપી ઘસાઈ ઘસાઈને ઉજજવળ થવા મથેલું આ નારીહ્ર્દય પોતાના આ આપઓળખના શુભમુર્હતે પ્રભુને આટલું જ પ્રાર્થે છે  કે ,” PLEASE SHINE ON ME SO THAT I CAN REFLECT YOUR LIGHT. પ્રભુ! તારી ઉજ્જ્વળતાને મારા આ ઉઘાડતા ચહેરામાં ચમકવા દે, જેથી હું તારા પ્રકાશને પ્રતિબિંબિત  કરી શકું.’

 પૃથ્વી પરના લગભગ તમામ સમાજો વત્તેઓછે અંશે પુરૂષપ્રધાન રહ્યા છે અને  પુરુષપ્રધાન સમાજે સ્ત્રીને અમુક દ્ર્ષ્ટીથી..( ક્રમશ)

Advertisements

ઓગસ્ટ 4, 2008 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

 1. મને ગમતો મનનનો વીષય. સમાજ અને ઘર માટે પણ બહુ જ અગત્યનો વીષય. આગળ વાંચવાની મજા આવશે.

  ટિપ્પણી by સુરેશ જાની | ઓગસ્ટ 4, 2008

 2. ‘રીડ ગુજરાતી’ પર આ વીષયના એક પાસા ઉપર લખાયેલા એક અતી સુંદર લેખ ઉપર ઘણી ચર્ચા થયેલી છે.

  ટિપ્પણી by સુરેશ જાની | ઓગસ્ટ 4, 2008

 3. હવે જલ્દી આગળ નો લેખ વાચવાની આતુરતા છે … ખૂબ સરસ વિષય છે..

  ટિપ્પણી by chetu | ઓગસ્ટ 4, 2008

 4. નારી એ બિચારી નથી…હુ પોતે એમાં સંમત છું. હું પોતે પણ નારી છું. આજની નારી પતિની અર્ધાગિની કહેવાય છે. એટલે પુરુષની સાથે હાથમાં હાથ મિલાવીને ચાલી શકે છે..મઝા પડી ગઇ.

  ટિપ્પણી by rekha | ઓગસ્ટ 5, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s