"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-સુરેન ઠાકર’મેહુલ’

એક   રણમાંથી    વહ્યાનું     દુઃખ   છે,
લાગણી   રઝળી  પડ્યાનું     દુઃખ   છે.

હાડ   હેમાળે    ગળ્યાનું     દુઃખ  નથી,
પણ   તમે   ના    પીગળ્યાનું  દુઃખ છે.

વલ્કલે    ઢાંકી      સતીની      આબરું,
સભ્યતા   રઝળી    પડ્યાનું  દુઃખ    છે.

હાથ    ફેલાવી      લીધાં      ઓવરણા,
ટાચકાને    ના     ફૂટ્યાનું     દુઃખ   છે.

બારણાએ    વાત      આખી    સાંભળી,
ટોડલા   ફાટી     પડ્યાનું     દુ;ખ   છે.

રંક    આશાઓ     અવસ્થા      વાંઝણી,
બેઉને   ભેગા    મળ્યાનું      દુઃખ     છે.

Advertisements

ઓગસ્ટ 1, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. સરસ ગઝલ
    હાથ ફેલાવી લીધાં ઓવરણા,
    ટાચકાને ના ફૂટ્યાનું દુઃખ છે.
    બારણાએ વાત આખી સાંભળી,
    ટોડલા ફાટી પડ્યાનું દુ;ખ છે.
    સરસ—
    આસીમના દુઃખની વાત યાદ આવી

    દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
    કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
    ભૂલી વફાની રીતના ભૂલી જરી મને,
    લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

    ટિપ્પણી by pragnaju | ઓગસ્ટ 2, 2008

  2. બારણાએ વાત આખી સાંભળી,
    ટોડલા ફાટી પડ્યાનું દુ;ખ છે.

    vaah … khubb j sundar shabdo … !!

    ટિપ્પણી by કુણાલ | ઓગસ્ટ 3, 2008

  3. wonderful …….

    ટિપ્પણી by Pinki | ઓગસ્ટ 4, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s