શૈલેશ પંડ્યા ‘ભીનાશ”
બોલ અજવાળું સમયનું માપવાથી શું મળ્યું?
રાતને વિશ્વાસ જેવું, આપવાથી શું મળ્યું?
મૌનમાં કાયમ હતો, ઈતિહાસ ક્યાં લાગ્યો તને,
રોજે ઈશ્વરની કથાઓ, છાપવાથી શું મળ્યું?
લે, ખતમ કર જિંદગી, કોની હજીયે બીક છે,
એકલું પ્રતિબિંબ મારું, કાપવાથી શું મળ્યું?
આખરે તું સત્યથી ધ્રુજ્યો એ સાચી વાત પણ,
આગ સામે ફૂંક મારી, તાપવાથી શું મળ્યું?
મોત સૌ ક્યાં સુધી વગ સાચવીને રાખશે?
શ્વાસનું સગપણ હ્ર્દયમાં , સ્થાપવાથી શું મળ્યું?
આખરે તું સત્યથી ધ્રુજ્યો એ સાચી વાત પણ,
આગ સામે ફૂંક મારી, તાપવાથી શું મળ્યું?
સાચી વાત છે. સત્ય બહુ જ કડવું અને કઠોર હોય છે. આ બાબતમાં મારી એક પરીકલ્પના વાંચવાનું તમને ગમશે.
http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/
છેલ્લા શેરમાં ‘ મૌત’ છે કે ‘મૌન’ ?
રોજે ઈશ્વરની કથાઓ, છાપવાથી શું મળ્યું?
ક્યા બાત હૈ, શૈલેષ…
ખૂબ સરસ
આખરે તું સત્યથી ધ્રુજ્યો એ સાચી વાત પણ,
આગ સામે ફૂંક મારી, તાપવાથી શું મળ્યું?
મોત સૌ ક્યાં સુધી વગ સાચવીને રાખશે?
શ્વાસનું સગપણ હ્ર્દયમાં , સ્થાપવાથી શું મળ્યું?
વાહ્
યાદ આવ્યું
કવિ થવાથી તને બધું મળ્યું,
પણ કવિતા મળી ?
કવિતા ન મળી.
કવિતા ન મળી
અને
તોય તું પૂરેપૂરો સંતુષ્ટ છે !
સુંદર રચના… બેએક જગ્યાએ છંદ તૂટે છે ત્યાં તાઈપિંગની ભૂલ હોય એવું વધારે લાગે છે
[…] શૈલેશ પંડ્યા ‘ભીનાશ” […]
પિંગબેક by ફૂલવાડી « NANDANIYA ASHVIN Weblog | ઓગસ્ટ 12, 2008