આ ભલી છે ભૂમી ગુજરાતની
છબકલા છાના કરી,છૂપાયેલા ઓ! કાયર,
આવું કારમું કૃત્ય ન કર,
અહિંસાની ખોટી છેડતી ન કર..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિર્દોષ સૌ ઘવાયા-મરાયા,
બાળ નાના રસ્તે રઝળતા જોવા મળે,
ભોળી છે પ્રજા,ભડકાવમાં.આ ભલી છે ભૂમી ગુજરાતની
.
શાંતી -ચાહક, અહિંસાના પૂજારી,
વિના શસ્ત્રે જીતી આઝાદી એવા ગાંધી,
ન ડગશે કોઈઆવી આંધીથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
વસ્યા છે વિશ્વામાં ભાઈ-ચારાથી,
ભળી રહી શકે સૌ સાથ સંપથી,
તોડી ના શકે એની કોઈ સાકળ..આ ભલી છે ભૂમી ગુજરાતની
નિડર એવા લીડર દેશને દીધા,
એવી છે આ ભૂમી સરદારની,
ન ડરશે આવા કોઈ તોફાનથી..આ ભલી છે ભૂમી ગુજરાતની
ના કરો આવા કોઈ અડપલા,
‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..આ ભલી છે ભૂમી ગુજરાતની
Vishwadeepbhai, I agree with your sentiments expressed in this poem. The victims are children, poor people, a doctor and his wife…and on and on. The criminals who put the bombs in Ahmedabad must be found and severely punished. The society must understand and remember that one can not take revenge on innocent people for such crimes as it happened in the past. The police, people and Government must become more vigilent to such criminals before they commit such crimes. My heart cries for the victims.
Dinesh O. Shah, Ph.D.
તમારી સંવેદનશીલતા સ્પર્શી ગઈ.
We should not wait more, we must act against sucu anti National elements.we have power for that ,as said by Shri Vishvadeep.
Ramesh Patel(Aakashdeep)
ના કરો આવા કોઈ અડપલા,
‘શાંત જળ’પણ ઉંડા છે જળ જેના,
ડુબાડતા, ખૂદ ડૂબી જશો ..
આ ભલી છે ભૂમી ગુજરાતની
સાવ સાચી વાત્
તમને ધન્યવાદ અને
સલામ આ હીમ્મ્મતને…
ભલી ભુમી છે ગુજરાતની…સાવ સાચી વાત છે…અત્યારનાં વાતાવરણને ઉદેશીને લખાયેલી આ રચના ખુબ સરસ અને હ્રદય સ્પર્શી છે..
Nice Rachana…I have the PRIDE to be a GUJARATI ! PLEASE visit my site & read CHALO GUJARAT! CHALO GUJARAT! on HOME of CHANDRAPUKAR at>> http://www.chandrapukar.wordpress.com . Your VISIT & your COMMENTS appreciated,
સુંદર પ્રાસંગિક રચના…
અરે વાહ,ખુબ સરસ.
congratulations to Vishweepbhai. A sensitive, still very effective poem
Aa bhali chhe bhumee Gujaraatnee. Very good. Congratulations Vishwadeepbhai..
-Mahendra Shah
માફ કરજો .. શયતાની દિમાગવાળા એ આતંક ફેલાવનારાઓને એ કહેવાની જરૂર નથી કે કોણ કેટલુ સંવેદનશીલ છે … બાવડાની તાકાત અને જીગરમાં હિંમત હોય તો તેનો પરચો બતાડવાનો સમય છે. .. અહિંસાની પીપૂડી નપૂંસકતા ગણાવા માંડે તો છઠનું ધાવણ તો યાદ દેવરાવવુ જ જોઇએ.. આપણી ભલમનસાઇની જેમને સમજ ન હોય તેમને .. ગુર્જરશક્તિનો પરચો આપવો જ રહ્યો. .. સરદારની વાત કરી પણ .. શબ્દોમાં આક્રમકતાનો અભાવ લાગ્યો.. લુણ વગરની રસોઇ. –– ઉચ્ચ ન્યાયાલયે સીમી પરથી બેન ઉઠાવી લીધો .. ગુજરાતીઓએ શું કર્યું? –– માત્ર કવિતાઓ ??
What a beautiful poem. Congretulations. Hardik abhnandan.Thanks sharing with me. jay shree krishna pravina