એક ગઝલ-આશિત હૈદરાબાદી
માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?
આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
નેતા નમી નમીને કહો કેટલું નમે?
શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
ભાષણ ગમી ગમીને કહો કેટલું ગમે?
ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
બાળક ખમી ખમીને કહો કેટલું ખમે?
કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
ઘરડાં રમી રમીને કહો કેટલું રમે?
કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
ચણતર નમી નમીને કહો કેટલું નમે?
courtesy-pragnajuvyas
અરે! વાહ બાપુ. સરસ મઝાની તરોતાજા ગઝલ( કે હઝલ?. દરેક શેરમાં ગમ્મત સાથે સરસ વ્યંગ છે. આશિતની બીજી રચનાઓ પણ આપતા રહેજો.
રવીવારી સવાર સુધારી દીધી.
‘પ્રજ્ઞાજુ’ નો ખજાનો મોટો છે.
આશિત હૈદરાબાદીની હઝલની તો મહેફીલ જામે!
એવી મહેફીલનો એક શેર…
અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !
સરસ ગઝલ. નવીનતા અને વ્યંગ બન્ને કાબિલે તારિફ છે.