"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રંજીદા પતિ યાને Ten commandments

કામ  કંઈ  જાતે  કરી  લો, ના   મને   વહેલી  જગાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે?  સાંભળો   છો?

ચોતરફ    કચરા   પડ્યા  છે, હાથમાં    ઝાડું   ઉપાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો   છો?

હાથ    શું   ભાંગી  ગયા છે? આમ  કાં  વાસણ પછાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે?   સાંભળો   છો?

બાબલો   રોયા  કરે    છે,   ચોપડા     મૂકો    રમાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો   છો?

હાથમાં  ન  આવે  રમકડાં, તો પછી  થાળી   વગાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો   છો?

વાંક   દેખુ    માત્ર  છો?   જાતે   કશું  રાંધી  બતાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો   છો?

દોસ્ત   છે   તો   શું  થયું, જઈ  લોજમાં  એને  જમાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે?   સાંભળો   છો?

સાવ    સાચું   બોલજો, કાં    આટલું   અત્તર   લગાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે?   સાંભળો   છો?

સાવ   બહેરા  થઈ  ગયા છો, કોઈ  ડૉકટર   ને  બતાડો,
એઈ! હું  તમને કહું છું, ધ્યાન ક્યાં છે?     સાંભળો   છો?

છે  ખબર ?  પેઘે  પડ્યો   છે     તુર્ત   ‘આશિત’  ભગાડો,
એઈ! હું  તમને કહું    છું, ધ્યાન    ક્યાં છે? સાંભળો   છો?

– આશિત હૈદરાબાદી

જુલાઇ 24, 2008 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

 1. આ કવી હૈદરાબાદી નહીં પણ અમેરીકી હોવો જોઈએ!!
  હું નેટ ઉપર કે કોમ્પ્યુટર ઉપર હોઉં ત્યારે મને સાંભળવા મળે છે – “આ લખાપટ્ટી હવે છોડો! ”

  છેલ્લો શેર ન સમજાયો.

  ટિપ્પણી by સુરેશ જાની | જુલાઇ 24, 2008

 2. Poet must be watching my life secretly-

  ટિપ્પણી by harnish Jani | જુલાઇ 24, 2008

 3. આશિત હૈદરાબાદીની હઝલો વાતાવરણને પ્રફુલ્લીત કરી દે છે
  સાવ બહેરા થઈ ગયા છો, કોઈ ડૉકટર ને બતાડો,
  એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
  છે ખબર ? પેઘે પડ્યો છે તુર્ત ’આશિત’ ભગાડો,
  એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
  વાહ્—
  તેમની આ હઝલ યાદ આવી
  માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
  ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?
  આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
  નેતા નમી નમીને કહો કેટલું નમે?
  શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
  ભાષણ ગમી ગમીને કહો કેટલું ગમે?
  ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
  બાળક ખમી ખમીને કહો કેટલું ખમે?
  કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
  ઘરડાં રમી રમીને કહો કેટલું રમે?
  કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
  ચણતર નમી નમીને કહો કેટલું નમે?
  આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
  ‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 24, 2008

 4. ‘અશિત’ની હઝલમાં મજા પડી ગઈ. pragnajuએ એક પર એકનો લાભ આપ્યો.સૌને ધન્યવાદ.

  ટિપ્પણી by યશવંત ઠક્કર | જુલાઇ 25, 2008

 5. mane to em j ke
  koi stri lekhika lage chhe
  saro anubhav chhe atish bhaine to

  ટિપ્પણી by Pinki | ઓગસ્ટ 8, 2008

 6. […] રંજીદા પતિ યાને Ten commandments […]

  પિંગબેક by ફૂલવાડી « NANDANIYA ASHVIN Weblog | ઓગસ્ટ 12, 2008

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: