"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દીકરીના લગ્ન પછી , ઘરમાં..

આખરે ઊજાગરાનો અંત આવ્યોઃ
લગન ઉકલી ગયાં,
મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છેઃ
સંભાળી સંભાળી ગોઠવે છેઃ
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ  
અચાનક  કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભિ રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્નઃ
“મારી દિકરી કયાં?

-જયંત પાઠક

જુલાઇ 18, 2008 - Posted by | મને ગમતી કવિતા

11 ટિપ્પણીઓ »

 1. Vishvadeepbhai–Tame Ganda thaya chho?? Karishma Kapoor ne to dikri banavati hoy?–Kavya is very good-

  ટિપ્પણી by harnish Jani | જુલાઇ 18, 2008

 2. દિકરી તો હૈયે જ હોય છે છતાં આ સમયે આ પ્રશ્ન થાય જ…!

  ટિપ્પણી by chetu | જુલાઇ 18, 2008

 3. આ અને આવી જ એક સુન્દર કવિતા રમેશ પારેખની …..એક પળી ઓછું…

  મે ભાવવિશ્વમાં મૂકી છે.

  દીકરીના લગ્ન પછી અણોહરો બનેલ માંડવો….કેવો ફિક્કો લાગે છે.

  ટિપ્પણી by nilam doshi | જુલાઇ 19, 2008

 4. એ ખાલીપો અને સુનકાર ની કલ્પના માત્ર પીડનારી છે

  ટિપ્પણી by jayeshupadhyaya | જુલાઇ 19, 2008

 5. જયંત પાઠકની એક ઉત્કૃષ્ટ રચના…

  હૈયું અને આંખ ભરાઈ ન આવે તો જ નવાઈ…

  ટિપ્પણી by વિવેક ટેલર | જુલાઇ 19, 2008

 6. જ્યત પાઠકનું ભાવભીનું કાવ્ય
  દિકરીને વિદાય આપી દેવી તે પ્રસંગ દરેક આંખોને રડાવી જાય છે,
  છતા સમાજનો આજ સિરસ્તો છે!
  યાદ આવી
  કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
  મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 19, 2008

 7. Dikri aankh same ja rahe tem thaya kare pan..ek divas evu bane chhe..ke
  dilip

  ટિપ્પણી by Dilip Gajjar | ફેબ્રુવારી 10, 2009

 8. Dikri aankh same ja rahe tem thaya kare pan..ek divas evu bane chhe..ke
  dilip

  ટિપ્પણી by Dilip Gajjar | ફેબ્રુવારી 10, 2009

 9. Vishvadeepbhai–Tame Ganda thaya chho?? Karishma Kapoor ne to dikri banavati hoy?–Kavya is very good-

  Comment by harnish Jani | July 18, 2008
  *******************************

  દિકરી તો હૈયે જ હોય છે છતાં આ સમયે આ પ્રશ્ન થાય જ…!

  Comment by chetu | July 18, 2008

  આ અને આવી જ એક સુન્દર કવિતા રમેશ પારેખની …..એક પળી ઓછું…

  મે ભાવવિશ્વમાં મૂકી છે.

  દીકરીના લગ્ન પછી અણોહરો બનેલ માંડવો….કેવો ફિક્કો લાગે છે.

  Comment by nilam doshi | July 19, 2008
  ******************************************

  એ ખાલીપો અને સુનકાર ની કલ્પના માત્ર પીડનારી છે

  Comment by jayeshupadhyaya | July 19, 2008
  **************************************

  જયંત પાઠકની એક ઉત્કૃષ્ટ રચના…

  હૈયું અને આંખ ભરાઈ ન આવે તો જ નવાઈ…

  Comment by વિવેક ટેલર | July 19, 2008
  ********************************

  જ્યત પાઠકનું ભાવભીનું કાવ્ય
  દિકરીને વિદાય આપી દેવી તે પ્રસંગ દરેક આંખોને રડાવી જાય છે,
  છતા સમાજનો આજ સિરસ્તો છે!
  યાદ આવી
  કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
  મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

  Comment by pragnaju | July 19, 2008
  ***********************************

  Dikri aankh same ja rahe tem thaya kare pan..ek divas evu bane chhe..ke
  dilip

  Comment by Dilip Gajjar | February 10, 2009
  **************************************

  Dikri aankh same ja rahe tem thaya kare pan..ek divas evu bane chhe..ke
  dilip

  Comment by Dilip Gajjar | February 10, 2009

  ટિપ્પણી by akshi | માર્ચ 23, 2009

 10. 1.Vishvadeepbhai–Tame Ganda thaya chho?? Karishma Kapoor ne to dikri banavati hoy?–
  -હર્નિશ જાની
  ભાઈ…કરીશ્મા કપૂર પણ એક “દીકરી” તો છેજ..ભલે એ એક એક્ટ્રેસ છે.એ પણ લગ્ન કરીને સાસરે તો ગઈ..!! દીકરી” એટલે દીકરી ત્યાં કોઈ સ્ટેટસ જોવામાં ના આવે..બસ ત્યાં તો લાગણી…પિતૃભાવની ભાવનાજ પ્રગટે..મારે મન તો સૌ સરખા ભાઈ..
  -વિશ્વદીપ

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓગસ્ટ 29, 2009

 11. Dikari To Vhalno Dariyo! Parantu..ek divas evu bane chhe..ke Dikari Chali Sasare…..દિકરીને વિદાય આપી દેવી તે પ્રસંગ દરેક આંખોને રડાવી જાય છે!
  Anjan Mehta

  ટિપ્પણી by Anjana Mehta | સપ્ટેમ્બર 8, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: