વિદાય લેતી કન્યાનું ગીત..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
એક તો પાન મેં ચૂંટિયું
દાદા ન દેશો દોહાઈ રે..
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
આજ રે દાદાજીના દેશમાં
કાલ્ય જાશું પરદેશ જો..
દાદાને વહાલા દીકરા
અમને દીધા પરદેશ જો..
દાદાને આંગણ આંબલો
આંબલો ઘોર ગંભીર જો..
સંપત હોયતો દેજો દાદા દેજો મોરા
હાથ જોડી ઊભા રહે જો..
હાથ જોડી ઊભા રહેજો દાદા મોરા
જીભલડીએ જશ લેજો..
અમે રે લીલુડા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો..
Nice Geet– and picture fits the Geet–
dikarini yad taji karavo cho…
khub saras geet che
vaah
khub saras geet
ghana samaye vanchava malyu
ખૂબ સુંદર રચના. નાજુક પ્રસંગની અદકેરી નાજુક અભિવ્યક્તિ…