"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યુવાની-વૃદ્ધાવસ્થા

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય તેજ  તમને વૃદ્ધ બનાવે છે.-અજ્ઞાત

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહિ વાવો, તો વૃદ્ધાવસ્થામાં એની છાયા મળશે નહિ.-અમૃતબિંદુ

વૃદ્ધાવસ્થા એ માનવજીવનની વધુમાં વધુ અણધારેલી અવસ્થા છે.-ટ્રોટ્સ્કી લીયો

યુવાન  માણસ બધા નિયમો(સિદ્ધાંતો) જાણે છે, પણ વૃદ્ધ અપવાદોને જાણે છે.-ઓલીવર હોમ્સ

યુવાની એક ભૂલ છે,આદમિયત એક સંગ્રામ છે, વૃદ્ધાવસ્થા એક અફસોસ છે.-બેન્જામીન ડિઝરાયેલી

યુવાન તું નાચે છે એવી મારી ફરિયાદ નથી, પણ તને તારો તાલ નથી, તું અન્યના તાલે નાચે છે એનું  મને દુ;ખ છે.-પાંડુરંગ શાસ્ત્રી

તમારા  સંતાનોને યુવાનીમાં ભણાવો, જેથી તમારી વૃદ્ધાવસ્થામાં  તેઓ તમને ભણાવે નહિ.-યહૂદી કહેવત

જુલાઇ 11, 2008 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

 1. એક વાત યાદ આવે છે-
  વૃદ્ધને જુવાન દીકરો. એ જુવાન દીકરો એક દિવસ ઘોડેસવારીએ નીકળી પડ્યો. ઘોડો વશમાં ન રહ્યો. દીકરાએ કાયમ માટે બન્ને પગ ગુમાવ્યા. દીકરો અપંગ થયો. લોકો ફરી પાછા કહેવા લાગ્યા કે આ અશ્વ પાછો આવ્યો એ જ ખોટું થયું. વૃદ્ધે લોકોને વાર્યા, સમજાવ્યા. નિર્ણય ન કરો. સર્ટિફિકેટો ન આપો. યુદ્ધ ફાટ્યું. બધાના જુવાન દીકરાઓ યુદ્ધમાં ગયા. અપંગ દીકરો વૃદ્ધ પાસે જ રહ્યો. ગામ આખું દીકરાઓ વિના રડતું હતું અને વૃદ્ધને કહેતું હતું કે તું નસીબદાર કે અપંગ હોય તોય તારો દીકરો સલામત તો રહ્યો. વૃદ્ધે કહ્યું કે તમે બોલીબોલીને ઈશ્વરની યોજનામાં દખલ કર્યા કરો છો. તમે બોલીબોલીને ઈશ્વરને શું અભિપ્રેત છે એ નિર્ણય તમે જ કરો છો. મૌનની વાતને સમજવી જોઈએ.

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 13, 2008

 2. Vishvadeepbhai
  TamarI vato ane tamara anubhavo vahenchavaano hu praytna karu chhu maara pustak nivruttini pravruttima…
  aapanI paravanagi ni apexa..

  ટિપ્પણી by vijay shah | જુલાઇ 18, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s