આળસ
*આળસની ગતિ એટલી ધીમીછે કે ગરીબબાઈ એને પકડી પાડેછે-વિનોબા ભાવે
*ઓછામાં ઓછી આળસને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોત તો હું શલ્ય વિનાનો બની આપની ક્ષમા માગું છું-સમણસૂત્તમ
*આળસ એ જીવંત વ્યક્તિને ઉધઈની જેમ કોતરી ખાય છે-અનામી
*આળસ મન એ શેતાનનું કારખાનું છે-અંગ્રેજી કહેવત
*આળસ ધીમે ધીમે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબી લે છે-હન્ટર
*આળસ એટલે મૂર્ખાઓએ પાડેલું વેકેશન-રોસ્ટર ફિલ્ડ
*આળસમાં ગુમાવેલી દરેક ક્ષણ ભવિષ્યના દુર્ભાગ્ય માટે સુંદર તક પૂરી પાડે છે-નેપોલિયન
*કોઈ પણ ગરીબ આળસુ માણસ પ્રમાણિક ન હોય શકે-પોઈન્સલોટ
આળસ ઓછી કરવાનો ઉપાય—ત્રાટક એટલે કોઇ સુક્ષ્મ અથવા નાના પદાર્થોને લક્ષ બનાવીને તેના પર દ્રષ્ટિને સ્થિર કરવી. ત્રાટકથી નિદ્રા અને આળસ પર કાબુ આવે છે. ચિત્તની સ્થિરતા વધે છે. ધારણનું સામર્થ્ય વધે છે અને એ રીતે ધ્યાનની ક્ષમતા આવે છે. આ શક્તિથી એકાગ્રતા કેળવી શકાય છે.આપણી દ્રષ્ટિમાં જોવાની શક્તિ છે. તેમ આકર્ષણ કરવાની પણ શક્તિ છે. આ બંને શક્તિઓ ત્રાટક ક્રિયાથી વિકાસ પામે છે. વધારે સ્પષ્ટ કરીએ તો જેને ત્રાટક સિદ્ધ છે તે ઘણે દૂર સુધી જોઇ શકે છે અને ગમે તેવા મદોન્મત હાથી કે સિંહ – વાઘ જેવા ક્રુર પ્રાણીઓને દ્રષ્ટિ માત્રથી વશ કરી લે છે.
એક શેર યાદ આવે છે-
“હું પણ કશું માંગુ નહિ,એ પણ કશુ આપે નહિ,
મારા જ જેવો આળસુ પરવરદિગાર છે.”
એક દિવસે શિક્ષકે વિદ્યાર્થીઓને નિબંધ લખવા આપ્યો – આળસ શું છે ?
અને બાળપણની ગંમ્મત્
બીજા દિવસે વિદ્યાર્થીઓની નોટબુક તપાસતી વખતે એક કોરી નોટબુક જોઈ, જેના પ્રથમ પેજ પર લખ્યું હતુ – આળસ શુ છે ? અને ચાર પેજ કોરા છોડીને પાંચમા પેજ પર લખ્યુ હતુ – આ જ આળસ છે.
AVI TIPS RAJU KARATA RAHO
SHAYAD KOK NI KISMAT BANI JAYE
TAMARI VAAT SHRESHTH CHHE
COMMENT 1 LAJAWAB CHHE
THANK YOU,,,,,,,,,,,,