"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર–‘આસિમ’ રાંદેરી

કેમ  અચરજથી  જગત  તાકી  રહ્યું  મારું વદન?
સહેજ  જુઓ, કોઈ  પડછાયો તમારો  તો નથી.

મુજને   દુનિયાય    તારો   દિવાનો   કે’   છે,
એમાં  સંમત, તારી  આંખનો  ઈશારો તો નથી?

લાખ  આકર્ષણો  મુંબઈમાં  ભલે     હો ‘અસિમ!
મારી’લીલા’ મારી તાપીનો   કિનારો તો નથી!

પ્રશંસામાં  નથી  હોતી   કે નીંદામાં  નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી  હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે  એવી  સેંકડો ‘હા’માં નથી હોતી.

અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી  હોતી.

ગઝલ એવીએ વાંચી છે અમે ‘લીલા’ની આંખમાં,
અલૌકિક-રંગમય જે  કોઈ   ભાષામાં નથી   હોતી.

અનુભવ એ ય ‘આસિમ’મેં   કરી જોયો જીવનમાં,
જે   ઊર્મિ  હોય છે તાપીમાં, ગંગામાં નથી  હોતી.

જુલાઇ 7, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. અરે, વાહ! આખી ગઝલ આટલી લાંબી હશે તે તો આજે જ જાણ્યું.
  મ.ઉ. એ ગાયેલી મને બહુ જ ગમતી ગઝલ.

  ટિપ્પણી by સુરેશ જાની | જુલાઇ 7, 2008

 2. તાપીમાં પોતાપણુ અનુભવતુ હશે તેથી ને ૵
  સુન્દર..

  ટિપ્પણી by nilam doshi | જુલાઇ 8, 2008

 3. ખૂબ મઝાના શેર
  ગુજરાતીના ગાલિબ અને શાહી શે’ર લખનાર મરીઝ વાત કરે તો ગંભીર રીતે અને તેમાંથી કોઇ ચમતકૃતિની ચિનગારી ઊઠશે,એનો અણસાર પણ ન આવે!
  તેમણે જ કહ્યું છે
  હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ’મરીઝ’
  ગઝલો ફકત લખયછે દિલની ઝબાનમાં.

  ટિપ્પણી by pragnaju | જુલાઇ 8, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s