સ્વગતોકતિ-નિરંજન ભગત
મૅરિન સ્ટ્રીટ – પડખેથી આંધળો પસાર થાય છે, એને જોઈ ને
ફેરિયો-‘ આ આંધળો છે છતાં
ફરતો ફરે છે બેપત્તા
ગિરગામ રોડ,પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને
આંધળો- ‘ આ કોણ છે ? જેની નજર તોફાન મચવે,
ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે.
કોલાબા- પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને
ભિખારી-‘ અરે!આ દેહ પર છે કેટલી દોલત!
દસમા ભાગની મારી કને જો હોત તો આમ ન બોલત!
ઍપોલો- પડખેથી પતિયા પસાર થાય છે , એને જોઈને
વેશ્યા-‘ અહો, શી ખુશનસીબી! કોઈની આંખ જ્યાં રોકાએ ના,
છૂરી સમી ભોકાય ના!
બોરીબંદર -પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને
પતિયો- ‘વેશ્યા, ભિખારી , આંધળો અને ફેરિયો,
કહો, કેમ લાગે છે મને સૌ આ જનમના વેરીઓ?
મધતરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં
કવિ..
“બસ ચૂપ રહો, નહી તો આહીંથી ચાલવા માંડો…
manushyani lachari ke svabhav ……?!!