“સ્ત્રી”.ચંદ્રકાંત બક્ષીની દ્રષ્ટીએ..
સ્ત્રીઓ સતી થાય છે એકજ જગ્યાએ-બીજાની પથારીમાં.
“સ્ત્રી બુદ્ધી પગની પાની એ “.જેવી કહેવત શોધનારના આખા શરીરમાં કદાચ બુદ્ધીનો કોઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હોય!
સ્ત્રીની સુખની શું વ્યાખ્યા છે. એ સ્ત્રીને સ્વયં ખબર હોતી નથી, અને મહાન માનવશાસ્ત્રી સિગમંડ ફ્રોયડે અભ્યાસ કર્યા પછી લખ્યું કે સ્ત્રીને જીવનમાં શું જોઈ એ છે એ હું સમજ્યો નથી!
સ્ત્રીને નવો અધિકાર પ્રાપ્ત થઈ ચુક્યો છે , રાઈટ ટુ (માય) બોડી! મારા શરીર પર મારો અધિકાર ! અને અધિકાર બોધનો અગ્નિ સમાજનાં બધાં જ પારંપારિક રૂઢિચુસ્ત સમીકરણોને બુઝાવી દેશે.
એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર શત્રુ હોય છે, ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય હોય છે એકલતા.
ઔરતોની આંખો જિંદગીભર બુઢ્ઢી થતી નથી…
મમ્મી સૌથી વહેલી ઊઠે છે, સૌને સૂવાડીને એ સુવે છે. રાત્રે દરવાજા બંધ કરીને અંધકારને કાઢી મૂકે છે, સવારે બારીઓ ખોલીને અજવાળું લઈ આવે છે. ગળું ભરાઈ આવે એવું સરસ હસે છે. ભૂખ લાગે છે, ખૂશી થાય છે. લોહી નિકળે છે, ગળું ગરમ થાય છે, આંખો બળે છે ત્યારે મમ્મી ચોવીસે કલાકનો કબજો લઈ લે છે. મને હજી સમજાતું નથી કે દરેક મમ્મી કેવી રીતે ઘરમાં સૌથી વહેલી ઉઠે છે, અને સૌથી મોડી સૂઈ જાયઈ છે? દરેક મમ્મી જગતની શ્રૅષ્ઠ રોટલી કેવી રીતે બનાવે છે? દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે હોય છે? દરેક મમ્મી કેમ કંઈ માગતી નથી?
સ્ત્રીઓ માટે મને જરા સૉફ્ટ કોર્નર છે, હું આજીવન સ્ત્રીઓનો પ્રેમી રહ્યો છું. બહેન ન હતી, માતા નથી, અને મને લાગ્યું છે કે સ્ત્રી છે માટે પૃથ્વી ફરે છે, ઋતુંઓ બદલાય છે, સૂર્ય ઊગેછે, જિંદગી ગુજરતી જાય છે. આ પૃથ્વી પર સ્ત્રી ન હોત તો હું કદાચ આપઘાત કરી નાંખત…
ચન્દ્રકાંત બક્ષી મારા પ્રિય લેખક છે.. વાંચેલ લેખ પણ ફરી એકવાર અહી વાંચવાની મજા આવી…
આભાર
સરસ લેખ..ગમ્યો.
વાહ બક્ષી..
થોડું વધુ-સ્ત્રીઓ અંગે-તેમની દઝાડતી આ રચના !
મુંબઇ –
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…
Thank you.
what’s beautiful, touchy, true poem..
May i know that who wrote this poem?
Thanks again.
Vishwadeep
ચંદ્રકાંત બક્ષી
ક્યા બાત હૈ ?!
ચંદ્રકાન્ત બક્ષી અંતિમના માણસ હતા. જે વિષય હાથમાં લેતા તેના વિષે દિલ ફાડીને લખતા. તેમનાં નિરીક્ષણો અને ઉપમાઓ બેજોડ રહેતાં.
સ્ત્રી કાયમ વાતચીતમા વર્તુળના મધ્યબિંદુ તરીકે રહી છે.
ચંદ્રકાંત બક્ષીના મત પ્રમાણે સ્ત્રી અને સ્ત્રી વિશેના તેમના વિચારો
જાણી આનંદ થયો.
gud one
એકલી સ્ત્રીનો સૌથી ક્રૂર શત્રુ હોય છે, ભવિષ્ય. અને સૌથી ક્રૂર ભય હોય છે એકલતા
સચોટ આલેખન
વાહ, શું અદભુત ! “સ્ત્રી” મારી ભાષા માં…
ક્યારેક કોમળ કયારેક કઠોર ,પણ સંતાનો માટે વિલખતી, ઝઝુમતી, તડપતી આ સ્ત્રી ને કોણ સમજ્યું છે. જિંદગી નો આખોય નિચોડ આપી દીધા પછી પણ “સ્ત્રી” એક ….?
મમ્મી સૌથી વહેલી ઊઠે છે, સૌને સૂવાડીને એ સુવે છે. રાત્રે દરવાજા બંધ કરીને અંધકારને કાઢી મૂકે છે, સવારે બારીઓ ખોલીને અજવાળું લઈ આવે છે. ગળું ભરાઈ આવે એવું સરસ હસે છે. ભૂખ લાગે છે, ખૂશી થાય છે. લોહી નિકળે છે, ગળું ગરમ થાય છે, આંખો બળે છે ત્યારે મમ્મી ચોવીસે કલાકનો કબજો લઈ લે છે. મને હજી સમજાતું નથી કે દરેક મમ્મી કેવી રીતે ઘરમાં સૌથી વહેલી ઉઠે છે, અને સૌથી મોડી સૂઈ જાયઈ છે ? દરેક મમ્મી જગતની શ્રૅષ્ઠ રોટલી કેવી રીતે બનાવે છે ? દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે હોય છે? દરેક મમ્મી કેમ કંઈ માગતી નથી ?
darek mummy aatli j pyaari j hoi ……..
NOW A DAYS CHANDRAKANT BAKSHI’S 100000000000000TH XEROX COPIES ARE AVAILABLE IN ALL GUJARATI DAILIES. BHAI EM CHANDRAKANT NO THAVAY. ENA MATE TO BAHU TAAP KARVU PADE BHAILA. IN DEAR BAKSHI’S WORDS “GUJARAT SARKAR NA PALELA LEKHAKDA, SHABDA MISTRIO, KALA BAZARIAO, FOURN AS MASHROOM IN MONSOON, “ENOUGH NOW ENOUGH” DONT COPY COUT BAKSHI STYLE PLZ!!!!!!!!!
એક નશો ઉભો કરે છે – બક્ષીબાબુ. એને વાચ્યા પછી ત્રણ દી સુધી તાકત ટકી જાય છે- સંજોગોમાં જીવવાની………….. એક દંતકથા ઓહ…….એક દંતકથા………..