"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તુલસીનું પાંદડું..

મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી  ખીણમાં પડતો વરસાદ
           ક્યાંક છૂટાછવાયાં  ઢોર  ચરતાં,
ભુલકણી  આંખનો ડોળો  ફરે ને
           એમ  પાંદડામાં  ટીપાંઓ  ફરતાં.

મેં તો આબરૂના  કાંકરાથી પાણીને કુંડાળું દીધું.
પાણીનાં ટીપાંથી  ઝગમગતા   ઘાસમાં
           નભના ગોવાળિયાઓ ભમતા,
ઝૂલતા  કંદબના  ઝાડમાંથી મોઈ ને
          દાંડીઓ  બનાવીને  રમતા.

મેં  તો  વેશ્યાના  હાથને  સીતાનું  છૂદણું    દીધું.
મેં  તો  તુલસીનું  પાંદડું  બીયરમાં નાખીને  પીધું.

-અનિલ જોશી

 

જૂન 19, 2008 - Posted by | મને ગમતી કવિતા

6 ટિપ્પણીઓ »

 1. મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
  મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

  Anil Joshi paasethI aavo virodhabhaas jova male te ashchary ja…

  ટિપ્પણી by vijayshah | જૂન 20, 2008

 2. Vijaybhai,
  અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે.
  તુલસી તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને! કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા ન કરે!!

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | જૂન 20, 2008

 3. અનિલ જોશીની સુંદર રચના. તમે કરેલી કોમેન્ટમાં “જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય…”માં “અ” વધારાનો આવી ગયો લાગે છે.

  ટિપ્પણી by Harsukh Thanki | જૂન 20, 2008

 4. મારી ડાયરી અહીં સાથે લાવી નથી..પરંતુ અહીં એ ખોટ તમે પૂરી કરી દીધી…. આભાર

  ટિપ્પણી by nilamdoshi | જૂન 20, 2008

 5. tamari coment sathe tame mara banne blog upar chho

  ટિપ્પણી by vijayshah | જૂન 21, 2008

 6. What a beautiful way to say.
  kaajalni kotadima jem kalash lage
  tulasina panani pavitrata felaya vagar n rahe.

  ટિપ્પણી by pravina A kadakia | જૂન 23, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: