કિરણ ચૌહાણ -બે સુંદર કાવ્યો..
છળ બાંકડે
શૂન્ય પળ કંઈ જડે
મારું સળ કંઈ નડે
મારું બળ તું રડે
શબ્દ દળ પરવડે?
જળનું છળ હું ખતમ
આ વમળ ‘ હું’ વડે
મન વિકળ? તન ને મન
આવ મળ બહુ લડે
તુજ નયન વૃધ્ધ મન
રમ્ય સ્થળ બાંકડે.
-કિરણ ચૌહાણ
બંને ગઝલો સ-રસ થઈ છે… અતિ ટૂંકી બહેરમાં કામ કરી અર્થ નિપજાવવાં એ કઠિન છે પણ કિરણ ચૌહાણે એ કામ અહીં બંને ગઝલોમાં સુપેરે પાર પાડ્યું છે…
khub j sundar … !!
ગાલગા ના એક જ આવર્તનની સાવ ટુંકી બહેરમાં આ રચનાઓ સર્જકનો અનુભવ જ નહીં, ગઝલ પરની પકડ પણ બતાવે છે !
સાચ્ચે જ મજાની રચનાઓ છે.
ખૂબ સુન્દર.. મજા આવી માણવાની.