વૃદ્ધાવસ્થા..
ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.
હોઠોના ફાફડાટથી લય પામી ગીતોને માણવાનાં.
મન મૂકીને કરેલી વાતોને લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા ભારથી હળવા રાખવાના.
ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા ખોડંગાતા ફરસ ઉપર
વગડા ખૂંધાનો આનંદ લૂંટવાનો.
મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના આલબમને
ધ્રૂજતે હાથે લઈ-પાછા મૂકી દેવાના
સ્મૃતિના ભંડારમાં સાચવી રાખેલું ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.
ખોબોળ જળ…
વૈતરણી નદી…
-વિપીન પરીખ
મારા પ્રિય કવિ વિપીન પરીખનું આ સુંન્દ ર કાવ્ય અહી ફરી એકવાર માણવા મળ્યું તે ખૂબ ગમ્યું…આભાર અને આનંદ સાથે…
વિપીનભાઈ મારા મોટાભાઈના મિત્ર. મારે તેમને મળવા જવુ છે.
સુંદર કાવ્ય છે.
ક્યાંથી આટલા સુંદર ફોટા લાવો છો?
તું કહેનારા ઘટે અને તમે કહેનારા વધે ત્યારની લાગણીનું સચોટ આલેખન
સીધું સટ કવન જેમની લાક્ષણીકતા છે એવા વીપીન પરેખની સરસ રચના
“સ્મૃતિના ભંડારમાં સાચવી રાખેલું ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.
ખોબોળ જળ…
વૈતરણી નદી…
-વિપીન પરીખનું સચૉટ નીરુપણ પછી અમે વાત કરીએને એક વાત આવે-અમે ફાવેલા ડાહ્યા!
સિનિયર સિટિઝન-પછી એ સ્ત્રી હોય કે પુરુષ-દરેક મનુષ્ય છે,તો પછી શા માટે સ્વયંને બિનજરૂરી માની ગૂંગળામણ અને અકળામણભરી જિંદગી વિતાવવી?જૉ એક રીતે જૉવા જઈએ તો,આ ઉંમર જ એવી છે જયારે વ્યકિત પોતાના મનમાં વર્ષોથી દબાયેલી અભિલાષાઓને સાકાર કરી શકે છે.પોતાના શોખને ફરીથી નવજીવન આપી શકે છે.પરંતુ એ માટે આત્મવિશ્વાસ અને ઈરછાશકિતની જરૂર છે.આ વિષે તો ગમે એટલું કહીએ શેષ રહે જ-તો શેષ આચારેણ પૂરયેત્…