"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સિકદંર લાગું..

આમ    તમને   હું   ભલે  પ્રેમનો   શાયર  લાગું,
દર્દ  સરખાવીને    દેખો    તો    પયંબર    લાગું.

કોઈને   કામ    ન   આવે   તો  એ વૈભવ  કેવો?
ચાહું    છું  મોતી   લૂંટાવીને      સમદંર   લાગું.

ફૂલ    હોવાની  ખૂમારી     છે   મજાની    મિત્રો,
દિન   ખૂદા  એવા   ન  લાવે કે  હું પથ્થર  લાગું.

બંધ    મુઠ્ઠીને   એ    પોરસ    કે  ફકીરી   સારી,
ખૂલ્લા    હાથોને   ધખારો    કે     સિકદંર  લાગું.

ઓશ  લેવી  પડે પથ્થરની, મને   માન્ય  નથી,
શૂન્ય  છું, ઠીક   છું , ઈશ્ક  નથી  ઈશ્વર  લાગું.  

-શૂન્ય  પાલનપૂરી

 

જૂન 5, 2008 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. ફૂલ હોવાની ખૂમારી છે મજાની મિત્રો,
  દિન ખૂદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
  સરસ શેર્

  ટિપ્પણી by jayeshupadhyaya | જૂન 6, 2008

 2. Hi,

  ati sundar rachna che..

  Regards,

  Ketur

  ટિપ્પણી by ketur shah | જૂન 6, 2008

 3. બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
  ખૂલ્લા હાથોને ધખારો કે સિકદંર લાગું.

  nice one..

  ટિપ્પણી by nilam doshi | જૂન 7, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: