"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જોયા કરું…

ભવનો    તરસ્યો    હું     ઠગારાં   વાદળાં    જોયા  કરું,
આંખડી     લ્હોયા    કરું   ને   ઝાંઝવાં       જોયા    કરું.

આવશે  તો     એકદિ’    એની    નજરમાં    આ   દશા,
આંધળો      વિશ્વાસ    એની     આંખમાં      જોયા  કરું.

કોણ    જાણે     ચિરપરિચિત   હોય   જખ્મો   એ  બધા,
હું      સિતારાઓ    ગણીને      આસમાં     જોયા   કરું.

જિંદગીમાં     દર્દનો      આવો      નશો   કાયમ    રહે,
જે    મળે    છે  ભાનમાં      બેભાનમાં     જોયા     કરું.

દુર્દશા     તો    થાય     છે     બન્ને   જણાંની  શું  કરે?
એ, મને     જુએ  અને    હું    ખ્વાબમાં   જોયા    કરું.

રાહ     મારી    આપ   સામા  તટ  ઉપર   જોતાં   હશે,
એ    ખયાલોમાં     તમોને     ક્યારના      જોયા   કરું.

શાપ    પણ    કૈં     કેટલી    વેળા    બને  અશીર્વચન,
આપના      જુલ્મોમહીં    હું     તો    વફા    જોયા  કરું.

મુજને   તો  એની  દશાનો   ખ્યાલ    છે  ‘મેહુલ’  ઘણો,
એટલે     દિનરાત     એને      ધ્યાનમાં    જોયા    કરું.

-સુરેન ઠાકર -મેહુલ’

Advertisements

જૂન 4, 2008 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

  1. સુંદર રચના… લાંબા સમયે માણી… આભાર..

    ટિપ્પણી by વિવેક ટેલર | જૂન 5, 2008

  2. શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
    આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
    કૈલાસ પંડીત યાદ આવ્યા
    તમારા સમ મને છે કેટલી શ્રધ્ધા તમારા પર
    તમે જો શ્રાપ પણ દેશો તો એ વરદાન થઇ જાશે

    ટિપ્પણી by jayeshupadhyaya | જૂન 5, 2008

  3. Woderful.
    Feels like reading over and over again.

    ટિપ્પણી by pravinash1 | જૂન 5, 2008

  4. khub j umda gazal .. !! adbhut khayaalo baandhya chhe !!

    ટિપ્પણી by કુણાલ | જૂન 5, 2008

  5. સુંદર બ્લોગ આનદ થયો.

    કમલેશકુમાર બી. ચૌહાણ
    http://kamleshkumar.wordpress.com

    ટિપ્પણી by kamleshkumar | જૂન 5, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s