"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મને કોણ મનાવે?- મરીઝ

એવો  કોઈ  દિલદાર  જગતમાં  નજર   આવે,
આપી   દે     મદદ    ન    લાચાર   બનાવે.

હમદર્દ  બની  જાય   જરા    સાથમાં    આવે,
આ   શું    બધા     દૂરથી    રસ્તા    બતાવે.

એ સૌથી   વધુ    ઉચ્ચ  તબક્કો છે  મિલનનો,
કહેવાનું  ઘણું   હો  ને  કશું  યાદ   ન   આવે.

છે  મારી  મુસીબતનું  ‘મરીઝ’એક આ કારણ,
હું   મુજથી   રૂઠેલો  છું    મને   કોણ  મનાવે?

મે 14, 2008 - Posted by | ગમતી ગઝલ

6 ટિપ્પણીઓ »

  1. “KADACH BADHA NA DILANO EK KORANER AVUN J KANEE KAHETUN

    HASHE “

    ટિપ્પણી by REKHASDEDHIA | મે 14, 2008

  2. મરીઝસાહેબ ની ગઝલ વીષે લખવું એટલે સુરજને આગીયો બતાવવા સમ છે
    http://jayeshupadhyaya.wordpress.com

    ટિપ્પણી by jayeshupadhyaya | મે 15, 2008

  3. વાહ, મરીઝ સાહેબ “હું મુજથી રૂઠેલો છું મુજને કોણ મનાવે?”
    ક્યા બાત હૈ!

    આતો એના જેવું થયું ” જાગતાને કોણ જગાડે?”

    ટિપ્પણી by pravinash1 | મે 15, 2008

  4. આખી ગઝલ આ પ્રમાણે છે
    એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
    આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.
    હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
    આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.
    એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે િમલનનો,
    કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
    વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,
    એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
    રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હોય,
    ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નિહ આવે.

    છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ
    હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?
    ઊર્મિની રચના યાદ આવી
    રાધા રિસાઇ
    કુંજગલીમાં,
    ને કાનો મથુરામાં,
    મનાવે હવે
    કોણ? કોને? ક્યાં?

    ટિપ્પણી by pragnaju | મે 15, 2008

  5. મરીઝની લબ્ધપ્રતિષ્ઠ કૃતિ…

    ટિપ્પણી by વિવેક ટેલર | મે 17, 2008

  6. છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
    હું મુજથી રૂઠેલો છું મને કોણ મનાવે?

    very true…..pothi ruthelane kon manai hake ?

    ટિપ્પણી by nilam doshi | જૂન 5, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: