"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હું જો ન હસું..

હું   જો   ન હસું  તો   પછી  હસવાનું   મુકદર,
વરસાદની   પ્હેલાં જે   પડ્યું  મારું  હતું   ઘર.

જીવનનું  ગણિત  શૂન્ય  ઉપર  થૈ  ગયું    પુરું,
હું    થોડું  હસ્યો  થોડું  રડ્યો થૈ ગયું    સરભર.

સપનાની      ગલીમાં  તો  ફર્યા  રજકૂંવર  થૈ,
જાગ્યા  તો   જાણ્યું    હતા  મ્હોતાજ   સિંકદર.

મૃગજલની  સભામાં  અમે  ઝરણાની કરી વાત,
સળગી    ગયા    એ  સાંભળી    દૂર  સંમદર.

ચાલ્યા  છો  તમે   હાથમાં  છત્રી  લઈ આદમ,
વર્ષામાં   કર્યો     છે  તમે   વર્ષાનો  અનાદર.

-શેખાદમ  આબુવાલા

મે 13, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: