શૈફ પાલનપુરીના સુંદર ચૂંટેલા શે’ર..
જિંદગીએ હસીને કહ્યું મોતને,
આપણી વચ્ચે કેવી રમત થઈ ગઈ !
એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવને જોઈ, થયું,
પ્રશ્નો તો નિરાતે સૂતા છે, પ્રેશ્નોનાં ખૂલાસા જાગે છે.
મોતનો આઘાત તો જીરવી શકાશે એક દિન,
જિંદગીનો ઘાવ જે ઝીલે છે , શક્તિમાન છે.
પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,
હોય જો પાનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે.
જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું છે કે મન લાગતું નથી.
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું,
તમારું નામ લઈને અંદર આવે છે તડકો.
જગતની ભીની ઝુલ્ફોનાં રહસ્યો એ જ જાણે,
વિતી છે રાત કઈ રીતે, એ વર્તી જાય છે તડકો.
જોતાંની સાથે લોક તરત ઓળખી ગયા,
મુજથી વધુ સફળ મારી દિવાનગી હતી.