"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મન ભાવક શે’ર-‘રાઝ’ નવસારવી

આવ્યા છો  મારી પાસ તમે એ નવાઈ છે,
નહિતર નદી જતી નથી નાના ઝરણ સુધી.

આભાસ   થાય છે  ને અનુભવ થતો નથી,
જીવું   છું એવી  રીતે કે જાણે  છું ખ્વાબમાં.

બેઠાં બેઠાં  જ્યાં ઉદાસ આંખે ગગન જોતો રહું,
છત વિનાનું એક એવું  ઘર  હશે તો  ચાલશે.

એકલતા   દૂર   કરવા બહાનું  તો    જોઈએ,
શોધી   રહ્યો    છું     ચાંદ સિતારા મકાનમાં.

હું   જાણું છું કે તારા ઘર સુધી  લંબાય છે રસ્તો,
ખબર કોઈને  ક્યાં છે તે પછી ક્યાં જાય છે રસ્તો.

તારા   વિશેનો    પ્રશ્ન    અનાદીથી    એક  છે,
કિન્તું   મળે    છે  હર   યુગે   ઉત્તર  નવા નવા.

શંકા   થઈ   રહી  છે  મને   મારા  દુઃખ    વિશે,
જેને   મળું   છું , મારા   બધા   મહેરબાન   છે.

કારણ   વિના આ   લોકો   તો  ટોળે   વળે  નહીં,
ઘટના બની  છે   કંઈક તો મુજ ઘરની આસપાસ.

 

મે 7, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: