એક સુંદર ગઝલ-ડૉ.રશીદ મીર
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડાપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટાનાઓ કિસ્સામાં.
-રશીદ મીર ( ૧૬-૧૧-૧૯૯૭)
saras,,gazal.. like these sher more..
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડાપાવે છે રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
khub saachi vaat !!
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
ghani vaar aavuy banatu hoy chhe .. !!
sundar gazal .. majaa avi
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવત રસ્તામાં.
સરસ આજ ની પરીસ્થીતીને અનુરુપ
સતત અસલામતીની ભાવનાથી પીડાતો રહે
સવારે બનાવીને રોજ સાંજે ફાડે છે વસીયત
ડૉ.રશીદ મીર સુંદર ગઝલ
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
વાહ્
યાદ આવ્યું
જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.
બેવફા મિત્રો,તુટેલા સ્વપ્નો,હાર,જીત,દુનીયાદારી,મનન,મંથન,અને
હું “અનુભવી” બની ગયો.
વાહ… સાચે જ સુંદર ગઝલ…