"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક સુંદર ગઝલ-ડૉ.રશીદ મીર

ઘરેથી   નીકળો   તો    રાખજો   સરનામું     ખિસ્સામાં,
મળે   છે    કોણ     જાણે    કેવા    ઝંઝાવત  રસ્તામાં.

ગમે   તે    રીતે  એનું     મૂલ્ય   ચુકવવું  પડ્યું  અંતે,
અનુભવ     ક્યાં  મળે    છે  કોઈને  ક્યારેય  સસ્તામાં.

અગર    બેસી રહો    ઘરમાં  તો  એનો  થાક  લાગે છે,
અને   ચાલો   તો  ઘરની  યાદ  તડાપાવે છે  રસ્તામાં.

હતો  મારો   ય હક્ક  સહિયારા  ઉપવનમાં   બરાબરનો,
મગર  કાંટા  જ   કાંટા    એકલા  આવ્યા છે   હિસ્સામાં.

રહ્યો    ના ‘મીર’ કોઈ સાર હું નીકળી  ગયો    જ્યાંથી,
હતી   મારા    જ   કારણ તો બધી  ઘટાનાઓ  કિસ્સામાં.

-રશીદ મીર ( ૧૬-૧૧-૧૯૯૭)

મે 6, 2008 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: