"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૂર્યની પીંછી વડે..

સૂર્યની     પીંછી વડે હું   અંધકારો   ચિતરું   છું,
સાવ સુક્કી ડાળખી   પર   હું    બહારો ચિતરું છું.

કેટલી   યાદોની    હોડી, હાથમાં    ડૂબી   ગઈ,
એક દરિયો,   બે હલેસાં   ને કિનારો  ચિતરું છું.

આંખની    ભિનાશ  લૈને    તરફડી’તી  માછલી,
વેદનાની   ભીંત પર  સપનો  કુંવારા ચિતરું   છું.

રેતમાં    રઝળી   રહીં    છે પ્યાસ  કેરી ચાંદની,
ઝાંઝવાની   આંગળીથી, હું     ફુવારા ચિતરું છું.

-આહમદ મકરાણી

મે 5, 2008 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. An excellent Gazhal ,with an embeded pain on typical eulogy
  wafa

  ટિપ્પણી by wafa | મે 6, 2008

 2. સુંદર રચના…

  ટિપ્પણી by વિવેક ટેલર | મે 6, 2008

 3. મઝાની ગઝલ
  આ વધુ મઝાનો શેર
  આંખની ભિનાશ લૈને તરફડી’તી માછલી,
  વેદનાની ભીંત પર સપનો કુંવારા ચિતરું છું.
  મનમાં ગુંજી ‘
  ‘મંઝિલ ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ’
  સિર્ફ પંખોસે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ’

  ટિપ્પણી by pragnaju | મે 6, 2008

 4. vah..saras

  sava suki dalakhi par baharo ek kavi j chitari shake…

  સૂર્યની પીંછી વડે હું અંધકારો ચિતરું છું,
  સાવ સુક્કી ડાળખી પર હું બહારો ચિતરું છું.

  ટિપ્પણી by nilam doshi | મે 6, 2008

 5. good

  ટિપ્પણી by sudhir tatmiya | જાન્યુઆરી 31, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: