"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ચકચૂર થઈ ગયો છું..

 અરમાનોથી  હૃદયના  ચકચૂર   થઈ   ગયો   છું,
બદનામીઓ  ઉઠાવી  મશહૂર       થઈ ગયો    છું.

આશામાં     દર્શનોની    હું   તૂર     થઈ  ગયો છું,
નયનોમાં   નૂર  ઝાલી  પૂરનૂર       થઈ  ગયો છું.

સમજાવો    દુશ્મનોને    પથ્થરથી      માર  મારે,
પુષ્પોના    મારથી  હું    ભંગુર       થઈ  ગયો  છું.

પાગલપણાની    લિજ્જ્ત   ભૂલી    નથી ભૂલાતી,
ડાહ્યો    બનીને  જગમાં  રંજૂર      થઈ  ગયો   છું.

મારો   કહી   મને   તે   આપી     પ્રતિષ્ઠા  એવી,
તારા   ગયા પછી   હું     મગરૂર     થઈ ગયો છું.

-શવકીન  જેતપૂરી

મે 1, 2008 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. મર્દાનગી ભરી કવીતા. ગમી.

  ટિપ્પણી by સુરેશ જાની | મે 1, 2008

 2. તારા ગયા પછી હું મગરૂર થઇ ગયો છું. બહુ મઝા આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | મે 1, 2008

 3. મારો કહી મને તે આપી પ્રતિષ્ઠા એવી,
  આ પંક્તિ ગમી

  ટિપ્પણી by jayeshupadhyaya | મે 2, 2008

 4. તારા ગયા પછી મગરુર થઈ ગયો છુ.

  અરે, તારા ગયા પછી ક્ષણભંગુર થઈ ગઈ છું.
  તુજને મળવા આતુર થઈ ગઈ છું

  ટિપ્પણી by pravinash1 | મે 2, 2008

 5. તારા ગયા પછી થોડો મગરૂર થઇ ગયો છું,
  ફોસ્ટરનાં મળ્યું તો બીયરમાં ચકચૂર થઇ ગયો છું.

  ટિપ્પણી by Kartik Mistry | મે 2, 2008

 6. મારો કહી મને તે આપી પ્રતિષ્ઠા એવી,
  તારા ગયા પછી હું મગરૂર થઈ ગયો છું.

  nice words

  ટિપ્પણી by chetu | મે 3, 2008

 7. tamari yad roja roj aave ,maraman ne bahu satave kem kari bhuli jav tamne , aato aatmsat thay gayo se maro ne tamaro , shayad kya visari gayo so?
  aato dost bani ne aavi ne dil lay gai se,jivan ni sari rangat lai gai se , tu jane tyare jagat kya… k…jagat bahut dur chali gau se………

  ટિપ્પણી by sanjaymparmar | નવેમ્બર 25, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: