કોઈ બેસતું કેમ નથી ….
જાપાનની શહેર-પરાંની લોકલ ટ્રેન માં ભીડ તો આપણે ત્યાં થાય છે એના જેવીજ ; પણ લોકો તાલીમ બદ્ધ. ગાડી આવે ત્યારે તેમાં ચડાનારા હારબંધ ઊભા હોય પ્લેટફોર્મ પર. ઊતરનારા ઊતરી જાય પછી નવા મુસાફર ચડે; દરવાજો બંધ થાય પછી જ ગાડી ઉપડી શકે , તેવી યાંત્રીક ગોઠવણી.
સાકાઈથી ઓસકા જવા હું લોકલમાં ચડ્યો. ડ્બ્બામાં છત પરથી લટકતાં કડાં પકડીને ૨૫-૩૦ જણ ઊભા હતા. એક બેઠક ખાલી પડેલ હતી. ” કોઈ બેસતું કેમ નથી?” મેં સાથેના મિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે, ” જેટલા ઊભા છે તે સૌ ને બેસવું તો છે; પણ ખાલી બેઠક એક જ છે તેથી બધા વિચારે છે કે , બેઠક મને નહી-બીજાને મળવી જોઈએ. માટે સૌ ઉભા છે”
બીજાને સગવડ પહેલી મળવી જોઈએ, એ ભાવના માત્ર રેલગાડીમાં જ નહીં પણ જીવનના બીજા ઘણા વ્યવહારોમાં જાપાની લોકોમાં જોઈ.
-મોહન પરીખ
************************
કોઈ દિવસ જે ધ્યેયનો પરાજય થવાનો છે તેમાં આજે વિજય મેળવવા કરતાં, કોઈક દિવસ જેની ફતેહ થવાની છે તેવા ધ્યેયને કાજે હાર પામવાનું હું પસંદ કરું છું
-વુડ્રો વિલસન
મુંબાઈની લોક્લ ટ્રેન યાદ આવી? !
Very appealing !
May Almighty fift me this great discipline and humanity(Amin)
pl.read Gift insteadt of fift on the above coments.
મોહન પરીખ તે આ? જાણ માટે-
અનસૂયાબહેનના લગ્ન મોહન નરહરિ પરીખ સાથે થયેલાં.આજે બેઉ હયાત નથી.એમનો દીકરો રાહુલ અમેરિકાની સેન્ટ લુઈસ યુનિવર્સિટીમાં મોટા હોદૃે છે.એ મિકેનિકલ ઈજનેર છે. પત્ની નીલિમા એ જ યુનિવર્સિટીમાં પેથોલોજિસ્ટ છે. તેમનાં બે સંતાનમાં અનુપ હમણાં પીએચ.ડી. કરે છે. દીકરી અવનિ હમણાં ગ્રેજ્યુએટ થઈ અને આગળ ભણવાનું નક્કી કરવા પહેલાં જોબ કરે છે.
મોહન પરીખની દીકરી લેખાએ ન્યૂક્લિયર ફિઝિક્સમાં પીએચ.ડી.કર્યું છે.અમેરિકી હોસ્પિટલની લેબમાં કાર્યરત છે. તેના પતિ બાલાસુબ્રમણ્યમ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરતા રહ્યા છે. તેમના બે પુત્રોમાંથી મોટા દેવે કોમ્પ્યુટર સાયન્સમાં પીએચ.ડી. કર્યું છે અને અમેરિકામાં જોબ કરે છે. નાનો અમલ પત્રકારત્વનું ભણીને ત્યાં અખબારમાં જોડાયો છે.