"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

“ભગવાં ઉતારવા પડશે !”

આશ્રમના શરૂઆતના દિવસોની વાત છે. ત્યાં સ્વામી  સત્યદેવઆવ્યા. દેશની આઝાદી માટે બાપુ જે કાર્ય કરી રહ્યાં હતા, તે જોઈ તેઓ  બહું પ્રસન્ન થયાં. એક દિવસ સ્વામીજી બાપુ પાસે જઈને કહેવા લાગ્યા,’ હું આપના આશ્રમમાં દાખલ થવા માગું છું.’

    બાપુ કહે, ‘ બહું સારું.આશ્રમ તમારા જેવા  માટે જ છે. પણ  આશ્રમમાં દાખલ થાઓ એટલે  આપને આ ભગવાં કપડા ઉતારવા પડશે.’

આ સાંભળીને સ્વામી સત્યદેવને ઘણો આઘાત લાગ્યો.ગુસ્સે થયા. પણ બાપુ આગળ પોતાનું દુર્વાસારૂપ બતાવી શકતા નહોતા.. તેમણે કહ્યું, ‘એતો કેમ બને? હું સંન્યાસી છું ને?’

    બાપુએ કહ્યું,’હું સંન્યાસી છોડવાનું નથી કહેતો. મારું શું કહેવું છે તે બરોબર સમજી લો.’
પછી બાપુએ  તેમને શાંતીથી સમજાવ્યું, ‘આપણા દેશમાં ભગવાં કપડાં જોતાજ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. હવે આપણું કામ સેવા લેવાનું નહીં. સેવા કરવાનું છે.આપણે લોકોની જેવી સેવા કરવા માંગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે  જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે  આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તું છે,સંકલ્પની બાબત છે.બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?’

સત્યદેવને વાત સમજાઈ તો ખરી પણ ગળે ન ઊતરી. મારી પાસે આવીને કહેવા લાગ્યા, ‘આતો મારાથી નહીં બને. જે વસ્ત્રો મેં સંકલ્પપૂર્વક ગ્રહણ કર્યો છે , તે છોડી નહીં શકું.’
-કાકા કાલેલકર
 

Advertisements

એપ્રિલ 23, 2008 - Posted by | ગમતી વાતો

3 ટિપ્પણીઓ »

 1. Gandhibapu was right. ‘Bhagava’ kapada has wrong
  concept in our society.

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 23, 2008

 2. બહુ અગત્યની વાત જાણવા મળી. ખુબ ખુબ આભાર ..

  ટિપ્પણી by સુરેશ | એપ્રિલ 24, 2008

 3. જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે, તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તું છે,સંકલ્પની બાબત છે.બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે ?’
  કેવું મહાન સત્ય !
  કેવા સમજાવનારા!!
  કાકા સાહેબની આવી બીજી વાતો પણ મૂકવા વિનંતિ

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 24, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s