પ્રેમ વિષયક ગમતા શે’ર..
હું જ છાતીફાટ દરિયો હું જ ભેખડ,
હું જ પ્રત્યાઘાતની વચ્ચે ઊભો છું..યોગેશ વૈદ્ય
કાંઈ પણ બોલ્યા વિના છૂટા પડ્યા,
ઊમ્રભર એના પછી પડઘા પડ્યા…દિલીપ મોદી
ડૂસકા સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે…રઈશ મનીઆર
ઊમંગો ભરેલી હું વિધવાની છાતી,
સૂના ઓરડે મોર ચીતર્યા કરું છું…વંચિત કુકમાવાળા
તમે ઋતુ ઋતુના રંગ હતા,
તમારો શોક-હર્ષ કોણ કરે…શ્યામ સાધુ
ઝબોળાઈ રહ્યો છે ચાંદ દરિયે,
કહો ક્યાંથી હવે આરામ આવે…દીપક બારડોલીકર
નોટમાં વાળે છે ,સિક્કામાં ચલાવે છે મને,
યાદ આવું છું તો રસ્તામા વટાવે છે મને…હેમંત ધોરડા
પત્ર આભારનો લખે છે તું,
હું હજી એટલો પરાયો છું…હર્ષદ ચંદારાણા
હરેક પીઠ પર કાળા બરફની લાઠી છે,
હરેક શાહુકાર ચોર ને લવાદી છે…નયન દેસાઈ
આ વધુ ગમ્યાં-
ડૂસકા સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે…રઈશ મનીઆર
હરેક પીઠ પર કાળા બરફની લાઠી છે,
હરેક શાહુકાર ચોર ને લવાદી છે…નયન દેસાઈ
ઊર્મિનો આ પણ સરસ છે
હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે એ પ્રેમ છે.
ઝબોળાઈ રહ્યો છે ચાંદ દરિયે,
કહો ક્યાંથી હવે આરામ આવે…દીપક બારડોલીકર
પત્ર આભારનો લખે છે તું,
હું હજી એટલો પરાયો છું…હર્ષદ ચંદારાણા
ડૂસકા સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે…રઈશ મનીઆર
khub j sundar ashaar … paheli vakhat vaachya .. ghana j umdaa ..
ડૂસકા સૌએ વહેંચી લીધા,
ડૂમો આવ્યો મારે ફાળે…રઈશ મનીઆર
ઊમંગો ભરેલી હું વિધવાની છાતી,
સૂના ઓરડે મોર ચીતર્યા કરું છું…વંચિત કુકમાવાળા
સરસ શેર
વાંઝણી છાતીના અતૃપ્ત સપનાં
કોળાતી ધરતીની વેદના ચાહ્ય
ડુસકા સહુએ વહેંચી લીધા
ડુમો આવ્યો મારે ફાળે
હાસ્ય સહુએ વહેંચી લીધુ
મૌન આવ્યું મારે ફાળે
ફરી એકવાર સુંદર સંકલન…
હરેક પીઠ પર કાળા બરફની લાઠી છે,
હરેક શાહુકાર ચોર ને લવાદી છે…
-આને પ્રેમ વિષયક શેર કહી શકાય?