"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ઢૂકડા લગ્નનું ગીત-નિરંજન યાજ્ઞિક

 

આંબલિયે  હોય  એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?- બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કહેવાય,
અને ઉમ્બરમાં  હોય એને? – બોલ !
સખી, શેરીમાં  વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ?- બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી  હૈડામાં  વાગે છે ઢોલ !

એપ્રિલ 11, 2008 - Posted by | મને ગમતી કવિતા

5 ટિપ્પણીઓ »

 1. આ…હા… શુ સુંદર રચના છે ?

  ટિપ્પણી by Devika Dhruva | એપ્રિલ 12, 2008

 2. મજા આવી..સરસ ગીત.. આંખોમાં હોય તેને શું કહેવાય ? ભાવનગર પૂછી જોઇએ

  બરાબરને ? લગ્નગીત માણવાનો આનંદ. અલગ જ હોય..
  આભાર

  ટિપ્પણી by nilam doshi | એપ્રિલ 12, 2008

 3. સુંદર રચના
  તોરણમાં હોય, મોર એને કહેવાય,
  અને ઉમ્બરમાં હોય એને? – બોલ !
  સખી, શેરીમાં વાગે છે ઢોલ !
  વાહ
  યાદ આવી
  ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
  અને ગામ મને પરણાવી રાજી
  લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
  કુંપણ તોડાઇ એક તાજી
  ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
  ને ગોરમા જ નાવને ડુબાડે
  હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 12, 2008

 4. બહુ સરસ લગ્નનુ ગીત છે. મઝા આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 12, 2008

 5. very very good this poates thots………….mo-9427420031

  ટિપ્પણી by vipul yagnik | ડિસેમ્બર 19, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: