"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંસુ

આંખડીમાં   હસતી   ગુલાબકળી    આંસુ
ને સ્પંદનની  મ્હેકતી આ  ધૂપસળી આંસુ!

અણદીઠા    દરિયાનું   મોતી   એક  આસું
ને વાદળાની વીજઆંખ રોતી એજ આંસું!

પાનખરે   છેલ્લું    ઝરે પાન એ જ આંસું
ને  કોકિલનું  વણગાયું ગાન એજ  આંસું!

ઝાકળનું    ક્ષણજીવી    બુંદ  એક   આંસુ
ને ચિરજીવ    વેદનાનું વૃંદ એ જ આંસુ!

વાંસળીનો    વિખૂટો     સૂર   એક  આંસુ
ને ગોપીનું   સૂનું  સૂનું ઉર  એ જ આંસુ !

કાળજામાં    કોરાયા   કૂપ   એ   જ  આંસુ
તમે મારો મેણા ને ઓઠ ચૂપ એ જ આંસુ !

– સુરેશ દલાલ

એપ્રિલ 10, 2008 - Posted by | મને ગમતી કવિતા, વાચકને ગમતું

5 ટિપ્પણીઓ »

 1. સુરેશ દલાલની સુંદર કૃતી
  આ પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસું
  ને કોકિલનું વણગાયું ગાન એજ આંસું!
  પંક્તીઓ ગમી
  યાદ આવી
  રોતી રહે છે આંખો,અશ્રુ બધાં શમાવો,
  પોકાર આહ મારી મધુરી હવા જમાવો
  આખું ભીનું શહેર નીચોવ્યું
  એકે આંસુ
  નીકળ્યું નહીં.
  ચગદાયેલું સપનું
  તરડાયું પણ
  સ્મિત એકેય ચૂક્યું નહીં.

  ટિપ્પણી by pragnaju | એપ્રિલ 10, 2008

 2. કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
  તમે મારો મેણા ને ઓઠ ચૂપ એ જ આંસુ

  very nice…

  ટિપ્પણી by chetu | એપ્રિલ 10, 2008

 3. badha j sher sunder
  ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
  ને ચિરજીવ વેદનાનું વૃંદ એ જ આંસુ!

  nice creation…….. by sureshdalal

  ટિપ્પણી by Pinki | એપ્રિલ 11, 2008

 4. વાંસળીનો વિખૂટો સૂર એક આંસુ
  ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !

  ખુબ હૈયા વલોવતો ભાવ છે.

  ટિપ્પણી by નીલા | એપ્રિલ 11, 2008

 5. બહુ સરસ કવિતા છે. મઝા આવી ગઇ.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 12, 2008


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: