મને તો ગમે આ ઘડપણ મઝાનું.
મને તો ગમે આ ઘડપણ મઝાનું,
સમય સાથે લોહીનું સગપણ મઝાનું.
શિશુ સરખા ભોળા, અનુભવમાં મોટા,
ગણાવાનું કેવું આ કારણ મઝાનું.
ભલે વાળ રંગો કે ના રંગો તોયે,
ઉંમર ટહુકી ઉઠ શે ક્ષણે ક્ષણ મઝાનું.
નઠારું કે સારું સૌ સંભળાય ઓછું.
મળ્યું પાપનું આ નિવારણ મઝાનું.
ન કોઈ એ પાડી તાલ તોયે ,
ચળકતા આ મસ્તકનું દર્શન મઝાનું.
ભલે આક્રમણ ભલભલા રોગ કરતાં,
હવે મેકીકેરનું છે રક્ષણ મઝાનું.
મને મારી ઓળાખ થઈ આપ મેળે,
મળ્યું જ્યારે ઘડપણનું દર્પણ મઝાનું.
કરી યમનું સવાગત નવો જન્મ ઝંખું,
ફરી મળશે ખોયેલ બચપણ મઝાનું?
-કવિ અજ્ઞાત
અજ્ઞાતની સરસ રચન
વિવેકે કહ્યું છે તેમ
આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો?
Since all the age has its charm.
Why not old age too.
આ જ છંદમાં લખેલ ભગવતીકુમાર શર્માની એક ગઝલનો એક શેર યાદ આવે છે:
સમયના શરીરે કરચલીનું જાળું,
હજો હોકલી સમ આ ઘડપણ હુંફાળું…